કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયની વિરુદ્ધ આજે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. તેમણે અરજીમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર પ્રતિબંધન અને સજાને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયની વિરુદ્ધ આજે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. તેમણે અરજીમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર પ્રતિબંધન અને સજાને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. તેનુ કહેવુ છે કે, લોકસભા ચૂંટણી માટે નામાંકનની છેલ્લી તારીખો નજીક છે.
તેથી તેઓ ઈચ્છે છે કે, સુપ્રિમ કોર્ટ તેમની અરજી પર જલ્દી જ સુનવણી કરે. ગુજરાત હાઈકોર્ટે પાટીદાર નેતા હાર્દિક પટેલની અરજી નકારી કાઢી તેના બાદ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. હાર્દિકે નીચલી અદાલત દ્વારા દોષિત જાહેર કર્યાના આદેશને સ્થગિત કરવાની માંગ કરી હતી. જેથી તે લોકસભા ચૂંટણી લડી શકે. કોર્ટનો આ નિર્ણય ગુજરાત કોંગ્રેસ માટે ફટકારૂપ છે કારણ કે, કોંગ્રેસે હાર્દિકને જામનગરની લોકસભા સીટ પર લડાવવાનું પ્લાનિંગ બનાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે સભાને ભડકાવવાના મામલામાં હાર્દિકની સજા પર પ્રતિબંધ લગાવવાનો 29 માર્ચના રોજ ઈન્કાર કર્યો હતો. હાર્દિકને મહેસાણાના વિસનગરમાં ભીડને ભડકાવવાના મામલામાં 2 વર્ષની સજા સંભળાવાઈ હતી અને કોર્ટે તેને જામીન આપ્યા હતા. જસ્ટિસ અબ્દુલ્લમિયા ઉરૈજીએ હાર્દિકની અરજી નકારી કાઢી હતી. જેમાં તેમણે મહેસાણા અદાલતના એ આદેશને સ્થગિત કરવાની માંગ કરી હતી, જેમાં તેમને વીસનગરમાં પાટીદાર આંદોલન દરમિયાન દોષી જાહેર કર્યા હતા. હાર્દિકની ઈલેક્શન લડવા પર પણ પ્રતિબંધ લાગ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ 12 માર્ચના રોજ ગાંધીનગરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.