2015 ના પાટીદાર દમનનો બદલો લેવા વિદેશમાં વસતા પાટીદારોનું અભિયાન

અમિત શાહે ગાંધીનગર-અમદાવાદ બેઠક પરથી લોકસભાની ઉમેદવારી 30 માર્ચ 2019 માં કરીને ફરી એક વખત ગુજરાતમાં વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેઓ જ્યાંથી ઊભા છે ત્યાં પાટીદારોનું પ્રભુત્વ છે. અમિત શાહ લોકસભામાં ઊભા રહેતાં તેની સીધી અસર ગુજરાતના સવર્ણો અને ખાસ કરીને પાટીદાર સમાજમાં વિપરીત પ્રત્યાઘાત પડ્યા છે.

2017 બાદ ફરી એક વખત અમિત શાહ સામે રણશીંગું ફુંકાશે. ધાર્યા કરતાં ઓછી હાજરી તેમની સભામાં હજારો માણસો આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. પણ ધાર્યા લોકો આવ્યા ન હતા. જેમની જાહેર સભા જ્યા હતી તે સરદાર પટેલ કોલોની પાસે 5 હજારથી વધું માણસ ઊભા રહી શકે તેવી જગ્યા નથી. અમદાવાદ, ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્યના ભાજપના સક્રિય કાર્યકરો 20 હજાર છે. વળી સહકારી બેંક અને સહકારી મંડળીઓના મળીને કૂલ 40 હજાર કાર્યકરોને આવવા માટે કટક સૂચના આપવામાં આવી હતી. પણ માંડ 5 હજાર માણસો હાજર હોવાનો અહીં અમિત શાહ માટે 30 વર્ષથી કામ કરતા એક પાટીદાર નેતાએ જણાવ્યું હતું.

અમિત શાહની ઉમેદવારીથી ભાજપને નુકસાન નરેન્દ્ર મોદીએ પાટીદારોને મનાવવા માટે અમદાવાદમાં બે કાર્યક્રમો કરીને સ્થિતી સુધારી હતી. પણ અમિત શાહની ઉમેદવારીથી સ્થિતી ફરી બગડી છે. કારણ કે ગુજરાતના દરેક પાટીદાર માને છે કે અમિત શાહ પહેલેથી જ પાટીદાર અને પાટીદાર રાજકારણના વિરોધી છે. તેઓ પાટીદારોને ગોધરીયા કહે છે. તેમણે અગાઉ ભાજપના કાર્યકરોની હાજરીમાં પાટીદાર વિરોધી ઉચ્ચારો કરેલા છે. ત્યાર બાદ પાટીદાર આંદોલનમાં જે રીતે પોલીસે અત્યાચાર કરેલો ત્યારથી પાટીદારો અમિત શાહથી ભડકેલા છે. પાટીદાર આંદોલનકારીઓ તેમને અનેક ઉપનામથી ઓળખે છે. તેમણે સરદાર પટેલની પ્રતિમાને તેથી ફૂલહાર કરવાનું પસંદ કર્યું હતું.

પણ 2017 માં જે રીતે અમિત શાહ ને 150 બેઠક જોઈતી હતી તેમાં 51 બેઠક ઓછી આવી તેની પાછળ પાટીદારોની ભૂમિકા મહત્વની છે. તેથી અમિત શાહની હીલચાલ પર નરેન્દ્ર મોદી નજર રાખી રહ્યાં છે. સામાભાઈ અને પંકજભાઈને તે માટે જવાબદારી સોંપી છે. અમિત શાહની ગુજરાતમાં ઉમેદવારી થતાં ભાજપ 2017 કરતાં પણ 10 ટકા મત ગુમાવે એવી શક્યતા છે.

અમિત શાહની ગુજરાતમાં ઉમેદવારી ભાજપ માટે મોટો ફટકો સમગ્ર રાજ્યમાં પાડી શકે છે. અગાઉ તેમણે શું કર્યું હતું તે પણ લોકો યાદ કરી રહ્યાં છે. અત્યારે 2019 માં ફરી થી એક જ સુર છે ખૂબ વ્યાપક વિરોધ અમિત શાહ પ્રત્યે દેખાય રહ્યો છે ત્યારે અમેરિકા સહિત UK અને કેનેડામાં વસતા પાટીદાર સહિતના ગુજરાતી સમાજ દ્વારા ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહને હરાવવા માટે એક્ટિવ થઈ ગયા છે.

અમેરિકાના ન્યુયોર્ક ખાતે શરૂ કરવામાં આવેલા કોલ સેન્ટરના માધ્યમથી ગાંધીનગર લોકસભાના પાટીદાર સહિતના મતદારોનો સંપર્ક કરીને ભાજપના અમિત શાહ પાટીદાર વિરોધી હોવાથી તેમને મત ન આપવા અને જો કોંગ્રેસનો ઉમેદવાર પસંદ ન હોય તો નોટામાં મતદાન કરવા માટે ભલામણ કરવામાં આવી રહી છે.

અમેરિકામાં ચાલતા પ્રથમ ગુજરાત અભિયાનના આગેવાન દક્ષેશ પટેલે જણાવ્યું હતું કે અમેરિકા સહિત દેશોમાં વસતા પાટીદારો ભાજપથી નારાજ છે. પાટીદાર આંદોલન દરમિયાન જે વિસ્તારોમાં પોલીસે પાટીદાર પરિવારો પર જુલમ કર્યો હતો તે વિસ્તારના ઉમેદવાર તરીકે પાટીદાર વિરોધ અમિત શાહને ટિકિટ આપી છે.

ગાંધીનગર લોકસભામાં વસતા પાટીદાર સહિતના ગુજરાતીઓને અમે ટેલિફોનથી સંપર્ક કરીને અમિત શાહને મત ન આપવાનો પ્રચાર કરીશું. આ માટે કોલ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જેના માધ્યમથી ગાંધીનગર લોકસભામાં વિસ્તારમાં વસતા સગા-સંબંધીઓ, મિત્રો અને પાડોશીઓને કોલ કરીને ભાજપના મત ન આપવાની અપીલ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે 2015 માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસે ઘરમાં ઘુસીને મા-દીકરીઓને ગાળો બોલી હતી. જેનો બદલો લેવા માટેની આ તક પાટીદારો ન છોડે તે માટે પાટીદારોને સમજાવવામાં આવશે. ઉપરાંત 2015 માં અમેરિકા આવેલા પીએમ મોદીએ પાટીદારો પર થયેલા લાઠીચાર્જની તપાસ કરવા અને આંદોલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને વળતર ચૂકવવા માટે હૈયા ધારણ આપી હતી. પરંતુ હજૂ સુધી કોઈ પગલા લેવાયા ન હોવાથી ગુજરાતના પાટીદારો સહિત અમેરિકા અને અન્ય દેશોમાં વસતા પાટીદારો પણ નારાજ છે અને તેનો બદલો લેવા પાટીદારો આતુર છે.

2017 માં પણ પાટીદારો એ અમિત શાહ ને હફાવ્યા હતા 2017 માં પણ અમિત શાહ નો પાટીદારો ઘ્વારા ખૂબ વિરોધ હતો.

તેમણે સરદાર પટેલની પ્રતિમાને તેથી ફૂલહાર કરવાનું પસંદ કર્યું હતું. પણ 2017 માં જે રીતે અમિત શાહ ને 150 બેઠક જોઈતી હતી તેમાં 51 બેઠક ઓછી આવી તેની પાછળ પાટીદારોની ભૂમિકા મહત્વની છે. તેથી અમિત શાહની હીલચાલ પર નરેન્દ્ર મોદી નજર રાખી રહ્યાં છે.

સામાભાઈ અને પંકજભાઈને તે માટે જવાબદારી સોંપી છે. અમિત શાહની ગુજરાતમાં ઉમેદવારી થતાં ભાજપ 2017 કરતાં પણ 10 ટકા મત ગુમાવે એવી શક્યતા છે. અમિત શાહની ગુજરાતમાં ઉમેદવારી ભાજપ માટે મોટો ફટકો સમગ્ર રાજ્યમાં પાડી શકે છે. અગાઉ તેમણે શું કર્યું હતું તે પણ લોકો યાદ કરી રહ્યાં છે.

અનેક પાટીદાર નેતાઓને અમિત શાહે ખતમ કરીને પાટીદાર વિરોધી હોવાની વાત ફરી એક વખત અમિત શાહે ગાંધીનગરની પાટીદારોની પ્રભુત્વ વાળી બેઠક પર ઉમેદવારી નોંધાવ્યા બાદ સમગ્ર ગુજરાતમાં ફરી એક વખત અમિત શાહ સામે પાટીદારો મેદાને આવી રહ્યાં છે. તેઓ સ્પષ્ટ પણે માને છે કે અમિત શાહ પહેલાથી જ પાટીદાર વિરોધી રહ્યાં છે. તે અંગે સોશ્યલ મીડિયામાં આ અંગે ભાજપ સામે નારાજગી વ્યકત કરી અમિત શાહ પાટીદાર વિરોધી હોવાનો સુર વ્યકત કરી રહ્યાં છે.

વરૂણ અને રેશ્માને હોદ્દા ન અપાયા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી બોર્ડ અને નિગમોના અધ્યક્ષ તરીકે પાટીદાર નેતા રેશમા પટેલ અને વરૂણ પટેલને મૂકવા માંગતા હતા. પણ તે નામ અમિત શાહે રદ કરાવી દીધા હતા. જે રીતે આનંદીબેન પટેલ અને નીતિન પટેલને અમિત શાહે પૂરા કરી દીધા તે રીતે આ બન્નેને પણ વેતરી નાંખ્યા બાદ બન્ને ભાજપ સામે આવી ગયા છે.

પાટીદારો અત્યાચારને યાદ કરે છે કોગ્રેસના પ્રવક્તા હિમાંશુ પટેલે કહ્યું હતું કે, આવા રોડ શો થી કોઇ મતબલ નથી. પાટીદારોને યાદ છે કે કોના ઇશારે પોલીસે સોસાયટીઓમાં ઘરમાં ઘુસીને પાટીદારો ઉપર અત્યાર કર્યા હતા. રોડ શો કોઇ પણ વિસ્તારમાં કરો ભીડ મેનેજ કરો, પણ આ વખતે બીજેપી જવાની છે એ વાત મતદારોએ નક્કી કર્યો છે. પાટીદારો ક્યારેય એ વાત ભૂલવા તૈયાર નથી કે તેમની બહેન દિકરીઓ પર અત્યાચાર કરવાની છૂટ આનંદિબેને આપી ન હોવાની જાહેરાત બાદ એ નક્કી થઈ ગયું હતું કે અમિત શાહે પાટીદારોને માર મારવાની સૂચના દિલ્હીથી આપી હતી. જેમાં આનંદીબેન પટેલને ખરાબ ચિતરીને તેમને મુખ્ય પ્રધાન પદેથી ખસેડવાનો તખ્તો અમિત શાહે તૈયાર કર્યો હતો.

ગૃહ સચિવ, કેન્દ્રના ગૃહ રાજ્ય પ્રધાન અને અમદાવાદ પોલીસ કમિશનરને સૂચના આપી હતી કે પાટીદારોને પાઠ ભણાવો. શાહના કારણે પાટીદાર મુખ્ય પ્રધાને તગેડી મૂકાયા GMDC અને ગુજરાતના પાટીદારોના ઘરમાં જઈને પોલીસે અત્યાચાર કર્યો હતો. જેની 200 થી વધું વિડિયો પુરાવા રૂપે છે.

14 પાટીદારોને પોલીસ ગોળીબારમાં મારી નાંખવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આનંદિબેન પટેલે આનંદીબહેન પટેલે ફેસબુક ઉપર મુખ્યમંત્રી તરીકે પોતાનું રાજીનામું મુકવાની ફરજ પાડી હતી. ત્યારે નક્કી કરાયું હતું કે નીતિન પટેલ મુખ્ય પ્રધાન બનશે, પણ અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ વિજય રૂપાણીને મુખ્ય પ્રધાન બનાવી દીધા હતા.

આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્ય પ્રધાન ન રહે તે માટે નરેન્દ્ર મોદીએ મંજૂરી આપી હતી. આનંદીબેન પટેલને 2017 ની ચૂંટણી પણ લડવા દેવામાં આવ્યા ન હતા. સતત પાટીદાર વિરોધી માનસિકતા ધરાવનાર અમિત શાહે છેલ્લી ઘડીએ વિજય રૂપાણી ને ગુજરાતના મુખ્યમંત્રી અને નીતિન પટેલને ડે.મુખ્યમંત્રી જાહેર કર્યા હતા. જોકે નીતિન પટેલની ભાજપ પ્રત્યે ની વફાદારી માટે કોઈ પ્રમાણ ની જરૂર નથી. અપમાનના ઘૂંટડાઓ પી ને પણ નીતિન પટેલ સતત ભાજપને વફાદાર રહ્યા છે.

અમિત શાહ એ જાહેર કર્યું હતું 2017 માં કે 150 બેઠક જીતિસુ પણ ત્યાં પણ પાટીદારો ઘ્વારા તેમના વિરોધ ના લીધે 150 બેઠક ન જીતી 2017 માં અમિત શાહે જાહેર કર્યું હતું કે 150 બેઠકો વિધાનસભામાં ભાજપની આવશે. પણ પાટીદારોના વિરોધના કારણે 99 બેઠક આવી હતી. વળી, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતને અશાંતિના નર્કાગાર તરફ ધકેલી દેવાયું છે, અમિત શાહના રબ્બર સ્ટેમ્પ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતને ખેદાન મેદાન કરી દીધું છે. ચારેબાજુ અરાજકતા છે. આનંદીબેન પટેલ ના સમયમાં હતી એના કરતા પણ કાયદો વ્યવસ્થા એકદમ નીચલા સ્તરે આવી ગઈ છે. ઓછી બેઠકો આવી અને રૂપાણીની સૌરાષ્ટ્રમાં ભાજપનું મોટું ધોવાણ થયું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નો ભવ્ય કાર્યક્રમ યોજવાના સ્વપ્ન જોનાર મોદીને આ કાર્યક્રમને ટૂંકાવી દેવો પડ્યો હતો. લોક સમર્થન રૂપાણી ગુમાવી ચૂક્યા છે. તો રૂપાણી પાસેથી રાજીનામું મોદી કે શાહે લીધું નથી. સલામત બેઠક નહીં ગામડામાં આવો શાહ ગાંધીનગરની બેઠક સલામત બેઠક છે. ખરેખર શાહમાં રાજકીય હિંમત હોય તો તેમણે અમરેલી કે પોરબંદર જઈને ચૂંટણી લડવી જોઈએ. ભાજપના નેતા રહી ચૂકેલા પાટીદાર નેતા અને પોરબંદરની બેઠક પરથી ચૂંટણી લડતાં રેશ્મા પટેલ પણ એવું જ કહે છે.

શાહ જેવા નેતા સુરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડે છે. હિંમત હોય તો તેઓ કોઈ ગામમાંથી ચૂંટણી લડી બતાવે. ભાજપમાં લોકોને કામ કરનારા લોકોને ટીકિટ આપવાના બદલે રૂપિયા આપતા લોકોને ટીકિટ આપી દેવામાં આવે છે.

દેવજી ફતેપરાએ અને પ્રભાતસિંહ ચૌહાણે આરોપ મૂક્યો છે કે ભાજપમાં પૈસાથી ટિકિટ આપવામાં આવી છે.

સુરતની સભામાં અમિત શાહ સામે ખૂરશી ઉછાળી 2016 માં મહેશ સવાણીએ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનો સત્કાર સમારંભ રાખ્યો હતો. વર્ષ 2016 માં ત્યારે ગુજરાતની આખેઆખી સરકાર ત્યાં હાજર હતી. જોકે, પાટીદારોએ અમિત શાહની સભામાં ખુરશીઓ ઉછાળી હતી. સમારંભ આટોપી લેવો પડ્યો હતો.

સમારંભનું આયોજન અને ખર્ચ મહેશ સવાણીએ કર્યો હતો. સુરતમાં અમિત શાહની સભામાં ખૂરશીઓ ફેંકાઈ હતી અને ભારે હોવા થઈ હોવાથી સભા સમેટી લેવી પડી હતી અને દેશભરમાં ભાજપની બદનામી થઈ હતી.

કરમસદમાં વિરોધ કરમસદ ખાતે ભાજપ દ્વારા ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યારે ભાજપના જ કાર્યક્રમમાં કેટલાક પાટીદારો પહેલાથી જ જોડાઈ ગયા હતા. અમિત શાહે જ્યારે ભીડની માહિતી મેળવી ત્યારે ભીડ ઓછી હોવાને પગલે જે કાર્યક્રમ સવારે 9 વાગે શરૂ થવાનો હતો તે કાર્યક્રમમાં તેઓ 12 વાગે પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત અન્ય ઘણા નેતાઓ અને કાર્યકરો સાથે જંગી પોલીસ બંદોબસ્ત પણ હતો.

આ કાર્યક્રમમાં હજુ તો અમિત શાહ ભાષણની શરૂઆત કરે ત્યાં તો પાટીદારોના 50 થી 60 જેટલા લોકોના ટોળાએ અચાનક ઊભા થઈ જય સરદાર, જય પાટીદાર… જનરલ ડાયર હાય…હાય..ના નારા લગાવવાના શરૂ કર્યા અને ત્યાંથી તેઓએ ચાલતી પકડી લીધી હતી. તેમની સાથે સાથે સભામાં બેસેલા અન્ય લોકો પણ સભા છોડી ત્યાંથી જવા લાગ્યા હતા.પોલીસ આ વિરોધ પ્રદર્શન કરનાર પાટીદારોની અટક કરી લીધી છે. આ ટોળાના હોબાળા બાદ કાર્યક્રમ પણ રોકી રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પાટીદારોને કેટલાક ભાજપના નેતાએ પોલીસની નજર સામે જ માર માર્યો હતો. જોકે પોલીસ સત્તા સામે શાણી બની ન હતી. ભાજપના આ નેતાઓએ પોલીસની નજર સામે જ ગુંડાગીરીથી કાયદો હાથમાં લઈ આ યુવાનોને માર માર્યો હતો.

ગાંધીનગરમાં એક કાર્યક્રમ આ કારણોસર અમિત શાહે બંધ રાખવો પડ્યો હતો. ત્યાર પછી તેમણે કોઈ મોટા કાર્યક્રમો રાખવાનું માંડી વાળ્યું હતું કારણ કે તેમની સામે સમગ્ર રાજ્યમાં અનેક સ્થળે વિરોધ થયો હતો.

સુરતમાં પોસ્ટર, અમિત શાહના ભાષણ કોણ લખે છે? આમ આદમી પાર્ટીના પ્રવક્તા આશુતોષે 11 જુલાઈએ 2017 માં સુરતમાં એક પત્રકાર પરિષદ કરીને અમિત શાહ અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે સંબંધ હોવાનો આક્ષેપ મુકવામાં આવ્યો હતો. જેમાં ભાજપના માજી ધારાસભ્ય યતિન ઓઝા દ્વારા લખાયેલા એક પત્રને જાહેર કરીને કેટલાક ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. સંબંધો અંગે અમિત શાહ ખુલાસો કરે તેવી માંગ પણ કરી હતી.

અમિત શાહ અને અસદુદ્દીન ઓવૈસીએ બંધ બારણે મીટીંગ કરી હતી. ઓવૈસી જે પણ સાંપ્રદાયિક ભાષણ આપે છે તેની સ્ક્રિપ્ટ અમિત શાહ દ્વારા લખવામાં આવે છે. સુરતના સહારા દરવાજાના બ્રિજ પર આ અંગે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. અમિત શાહ અને અસદુદ્દીન ઓવૈસીના ફોટો સાથે આ પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે, ઓવૈસીના ભડકાવ ભાષણો, અમિત શાહ લખે છે. અમિત શાહ અને ઓવૈસી મળીને દેશની જનતાને ગુમરાહ કરે છે, લડાવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top