એક યુવતીએ દાવો કર્યો હતો કે કારમાં રોમાન્સ દરમિયાન તેણીને તેના પૂર્વ બોયફ્રેન્ડથી યૌન સંક્રમણ થયું હતું. આ પછી તેણે એક્સની કારની વીમા કંપની પાસેથી વળતરની માંગણી કરી હતી. મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં આ કેસમાં યુવતીને લગભગ 40 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે આ ઘટનાને કારમાં થયેલા અકસ્માત તરીકે ગણાવી હતી.
મામલો અમેરિકાના મિઝુરીનો છે. વર્ષ 2014 માં કપલે હ્યુન્ડાઇ જિનેસિસ કારમાં રોમાંસ કર્યો હતો. ખરેખરમાં છોકરીના ભૂતપૂર્વને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ હતી. જેના કારણે તેને આ બીમારી પણ થઈ ગઈ હતી.
આ કેસમાં 5 વર્ષ પછી મિઝુરી કોર્ટ ઓફ અપીલ્સે હવે GEICO જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને છોકરીને ભારે નુકસાન ચૂકવવાનો ચુકાદો આપ્યો છે. યાહૂ ન્યૂઝના અહેવાલ મુજબ ત્રણ જજોની પેનલે આ નિર્ણય આપ્યો છે.
ડેઇલી મેઇલ દ્વારા એક્સેસ કરાયેલા કોર્ટના કાગળો અનુસાર, છોકરીએ ફેબ્રુઆરી 2021માં GEICO પાસેથી નુકસાની માંગી હતી. આ કપલ વર્ષ 2017થી પ્રેમસંબંધમાં હતું. કોર્ટના દસ્તાવેજો અનુસાર, છોકરીએ આરોપ લગાવ્યો હતો કે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડને ગળામાં કેન્સરની ગાંઠ છે અને તેને HPV (હ્યુમન પેપિલોમાવાયરસ) પણ છે. આ હોવા છતાં તે રક્ષણ વિના તેમની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.
મે 2021 માં ન્યાયાધીશને જાણવા મળ્યું કે દંપતીએ વાહનની અંદર સેક્સ કર્યું હતું. જેના કારણે યુવતીને એચપીવી ચેપ લાગ્યો હતો. ચેપ વિશે માહિતી છુપાવવા માટે ભૂતપૂર્વ બોયફ્રેન્ડને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો અને છોકરીને 40 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ રકમ GEICO દ્વારા મહિલાને નુકસાન અને ઈજાઓ માટે આપવામાં આવશે.
ચુકાદા બાદ GEICO આ મામલે ફરી સુનાવણી માટે કોર્ટમાં પહોંચી હતી. પરંતુ ત્રણ જજની પેનલે પણ નીચલી કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો.