ચેતી જજો… કોરોનાએ ફરીથી દીધી દેખા, આજે આટલા બધા પોઝિટિવ કેસ

china corona

રાજ્યમાં કોરોનાના આજે નવા 143 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 51 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,14,405 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.06 weટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 59,719 રસીના ડોઝ અપાયા હતા.

 

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 608 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 608 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,405 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,945 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે ગાંધીનગર કોર્પોરેશનમાં એક નાગરિકનું કોરોનાને કારણે મોત થયું હતું.  નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 83, વડોદરા કોર્પોરેશન 14, ગાંધીનગર કોર્પોરેશન 10, સુરત કોર્પોરેશન 9, રાજકોટ કોર્પોરેશન 8, વડોદરા 4, અમદાવાદ, જામનગર કોર્પોરેશન અને મહેસાણામાં 3-3 તથા આણંદ, કચ્છ, નવસારી, સાબરકાંઠા, સુરત અને વલસાડમાં 1-1 કેસ નોંધાયો છે.

 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 774 નાગરિકોને રસીનો પ્રથમ અને 21156 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 144 ને રસીનો પ્રથમ અને 1979 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 30092 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 887 ને રસીનો પ્રથમ અને 4687 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 59,713 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 11,04,68,418 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

 

Scroll to Top