જો પૂજાનું નાળિયેર બગડેલું નીકળે તો? સમજવું કે ભગવાનએ આપ્યો છે આ સંકેત

હિંદુ ધર્મમાં નાળિયેરનું ઘણું મહત્વ છે. દરેક નવું કાર્ય નાળિયેર વધેરીને શરૂ કરવું હિંદુ ધર્મની પંરપરા છે. પણ, ક્યારેક એવું બનતું હોય છે કે, નાળિયેર જ્યારે વધેરીએ ત્યારે તે અંદરથી ખરાબ નીકળે. ત્યારે આપણને પહેલા તો દુકાનદાર પર ગુસ્સો આવે અને પછી મનમાં ખચકાટ પણ થાય કે આ તો અશુભ થઈ ગયું.

એવી આશંકા પણ મનમાં ઊભી થાય છે કે, ભગવાન નારાજ થઈ ગયા કે કોઈ અશુભ બનવાનો આ સંકેત છે, આવા કેટલાય વિચારો મનમાં ઘુમરાવા લાગે છે. જોકે, નાળિયેરનું ખરાબ નીકળવું કોઈ અશુભ બાબત નથી. જાણો, તેની પાછળ તો તર્ક…

લક્ષ્મી માતાનું પ્રતિક છે નાળિયેર

નાળિયેર એ માતા લક્ષ્મીનું પ્રતિક મનાય છે. તેમની પૂજામાં નાળિયેરનું સવિશેષ મહત્વ છે. જો પૂજામાં રખાયેલું નાળિયેર ખરાબ નીકળે તો તેનો અર્થ એ નથી કે કંઈક અશુભ થવાનું છે. પરંતુ નાળિયેર ખરાબ નીકળે તે તો શુભ કહેવાય છે. ખરાબ નાળિયેર શુભ માનવા પાછળનું પણ એક ખાસ કારણ છે.

મનોકામના પૂર્ણ થવાનો સંકેત એવું માનવામાં આવે છે કે, જો નાળિયેર વધેર્યા પછી તે અંદરથી ખરાબ હોવાનું જણાય તો તેનો અર્થ છે કે, ભગવાને પ્રસાદ ગ્રહણ કરી લીધો છે. આથી તે અંદરથી સંપૂર્ણરીતે સૂકાઈ ગયું છે. એટલું જ નહીં, એ મનોકામના પૂર્ણ થયાનો પણ સંકેત છે. આ સમયે તમે ભગવાન પાસે જે માગશો તે ચોક્કસ મળશે.

સારું નાળિયેર નીકળે તો…

વળી, નારિયેળ સારું નીકળે તો તેને લોકોમાં પ્રસાદી તરીકે વહેંચી દેવું જોઈએ. આમ કરવું શુભ મનાય છે. તો, હવે પછી જ્યારે પણ પૂજા માટે નાળિયેર લાવો અને તેને વધેરો, ત્યારે જો તે ખરાબ નીકળે તો દુઃખી થવાને બદલે તેમાં ભગવાનનો કોઈ સારો જ સંકેત રહેલો જે તેમ માની ભગવાનના આશીર્વાદ મેળવી લેવાનું ચૂકતા નહીં.

હિન્દૂ ધર્મ માં કેમ મહિલા ઓ ફોડતી નથી નારિયેળ જાણો એ નીચે હિંદુ ધર્મ અનુસાર નારિયેળ વગર કરવામાં આવેલ પૂજા અધૂરી ગણાય છે. કોઇપણ પૂજામાં નારિયેળનું મહત્વ વિશેષ હોય છે. આપણા દેશમાં પરંપરાઓનું ખાસ મહત્વ છે. દરેક પરંપરા પાછળ કોઇને કોઇ કહાની હોય છે. તમે જોયું હશે કે, મંદિરમાં મહિલાઓ ક્યારેય નારિયેળ ફોડતી નથી, પરંતુ શું તમે જાણો છો તેની પાછળ કારણ શું છે ?

નારિયેળ હંમેશાં પુરૂષ જ ફોડે છે. પંડિત મહિલાઓને નારિયેળ ફોડવાની ના પાડે છે, આજે અમે તમને જણાવી રહ્યા છીએ આ માન્યતા પાછળની વાર્તા.

મહિલાઓ ક્યારેય નથી ફોડતી નારિયેળ: મહિલાઓ નારિયેળ નથી ફોડતી એ અંગે શાસ્ત્રોમાં એક વાર્તા જણાવવામાં આવી છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ નરિયેળ એક ફળ નથી પણ બીજ છે, પણ નારિયેળ બીજ સ્વરૂપ છે. એટલે તેને ઉત્પાદન એટલે કે પ્રજનન ક્ષમતા સાથે જોડવામાં આવે છે.આ કારણે સ્ત્રી નથી ફોડી શકતી નારિયેળઆની પાછળ એવું કારણ રહેલું છે કે, નારિયેળ બીજ રૂપી ફળ છે અને સ્ત્રીઓ પણ બીજ રૂપથી બાળકને જન્મ આપે છે. આ કારણે જ સ્ત્રી દ્વારા નારિયેળ ફોડવું અશુભ માનવામાં આવે છે.

વિષ્ણુ નારિયેળ સાથે પૃથ્વી પર અવતર્યા હતા

માન્યતાઓ અનુસાર, જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર અવતાર લીધો ત્યારે તેઓ નારિયેળ, લક્ષ્મી અને કામધેનુને સાથે લઈને આવ્યા હતા. આ જ કારણે નારિયેળના ઝાડને શ્રીફળ પણ કહેવામાં આવે છે. ત્રિદેવનો વાસ છે નારિયેળ જાણકારોનું માનવું છે કે, નારિયેળમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે અને નારિયેળ શિવજીનું પ્રિય ફળ છે. નારિયેળનું દાન કરવાથી ધન સંબંધી ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે. ઘણા લોકોનું માનવું છે કે, જે ઘરમાં નારિયેળની પૂજા થતી હોય તે ઘરના સભ્યો પર ક્યારેય તાંત્રિક પ્રભાવની અસર થતી નથી.

સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક

નારિયેળ ખાવાથી પણ ઘણા લાભ થાય છે. તેમાં કેલરીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. સૂતા પહેલા નારિયેળ પાણી પીવાથી નાડીઓને મજબૂતી મળે છે. જે બાળકોને દૂધ ન પચતુ હોય તેમને દૂધ સાથે નારિયેળ પાણી ભેળવીને પીવડાવામાં આવે છે. જો કોઈને ડિ-હાઈડ્રેશનનો થાય તો તેને નારિયેળ પાણીમાં લીંબૂનો રસ મિક્સ કરીને પીવાની સલાહ આપવામાં આવે છે.

દરેક શુભ પ્રસંગ નારિયેળ વિના અધૂરો આપણે ત્યાં પ્રાચીન સમયથી જ નારિયેળનું ખૂબ મહત્વ છે. નારિયેળને સમૃદ્ધિ, પ્રગતિ, સન્માન અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આપણા સમાજમાં શુભ અને શગુન પ્રસંગ નારિયેળ ભેટ આપવાની પરંપરા યુગોથી ચાલી આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top