રાહુલ ગાંધીને લઇ સ્મૃતિ ઇરાનીએ કહી દીધી આવી વાત, ED પર દબાણ કરવાની થઇ રહી છે કોશિશ

કોંગ્રેસના નેતાઓની ED માર્ચની ટીકા કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે કોંગ્રેસ તપાસ એજન્સી (ED) પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી છે અને આ લોકશાહી નથી, પરંતુ ગાંધી પરિવારની 2 હજાર કરોડની સંપત્તિ બચાવવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે કાળા નાણા અને ભ્રષ્ટાચારના મામલામાં તપાસ એજન્સી અને કાયદો પોતાનું કામ કરી રહ્યા છે કારણ કે દેશમાં કાયદાથી ઉપર કોઈ નથી.

‘ગાંધી પરિવારની 2 હજાર કરોડની સંપત્તિ બચાવવાનો પ્રયાસ’

બીજેપી હેડક્વાર્ટર ખાતે મીડિયા સાથે વાત કરતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આખી દિલ્હીને કોર્ડન કરી દેવામાં આવી છે કારણ કે જેલમાંથી જામીન પર છે તેઓએ દેશભરમાંથી પોતાના વરિષ્ઠ નેતાઓને દિલ્હી બોલાવીને તપાસ એજન્સી પર દબાણ કર્યું જ્યારે તેમનો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે ત્યારે..રાહુલ ગાંધીને ભ્રષ્ટાચારના કેસમાં તપાસ એજન્સી દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને કોંગ્રેસ દિલ્હીમાં અરાજકતા ફેલાવી રહી હોવાનો આરોપ લગાવતા ઈરાનીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓની આ કૂચ લોકશાહી બચાવવા માટે નથી પરંતુ ગાંધી પરિવારની 2 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ બચાવવા માટે છે..

કેન્દ્રીય મંત્રીએ ગાંધી પરિવાર પર નિશાન સાધતા કહ્યું કે 1930માં અખબારના પ્રકાશન માટે એસોસિએટેડ જર્નલ લિમિટેડ કંપની શરૂ કરવામાં આવી હતી જેમાં પાંચ હજારથી વધુ સ્વાતંત્ર્ય સેનાનીઓ શેરહોલ્ડર તરીકે હતા, પરંતુ આજે તેની માલિકી ગાંધી પરિવાર પાસે છે. રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે.ગાંધી પરિવાર પર હવાલા વ્યવસાય સાથે સંકળાયેલી કંપનીઓ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે યંગ ઈન્ડિયા કંપનીની રચના સમાજ સેવા માટે કરવામાં આવી હતી પરંતુ તે સમાજને બદલે ગાંધી પરિવારની સેવા પુરતી સીમિત થઈ ગઈ છે.સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના સમર્થનમાં દિલ્હીમાં એકઠા થયેલા નેતાઓને રાહુલને સવાલ પૂછવાની સલાહ આપતાં કહ્યું કે આજે જે લોકો તપાસ એજન્સી પર દબાણ લાવવા માગે છે, તેમણે દિલ્હી હાઈના 2019ના ચુકાદાની સજાને જોવી જોઈએ. જેમાં કોર્ટે કહ્યું હતું કે, “રાહુલ અને સોનિયા ગાંધી દ્વારા AGLની માલિકી ગેરકાયદેસર રીતે મિલકત પર કબજો કરવાનો પ્રયાસ છે.”

Scroll to Top