અકસ્માતનો ભયાનક વીડિયો, પાણીના ટેન્કરે 5 લોકોને કચડી નાખ્યા

દિલ્હી જલ બોર્ડના પાણીના ટેન્કરે દિલ્હીમાં 5 લોકોને કચડી નાખ્યા છે. આ દર્દનાક અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. ખરેખરમાં દિલ્હીના બદરપુર વિસ્તારના આ સીસીટીવી 14 જૂન એટલે કે બુધવાર સાંજનો છે, જ્યાં સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઝડપથી આવી રહેલા પાણીના ટેન્કરે શાકભાજી વેચનારા અને ખરીદી કરતા લોકોને કચડી નાખ્યા હતા.

આ અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે આઈપીસીની કલમ 279, 337 હેઠળ કેસ નોંધીને આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને લાગે છે કે ટેન્કરની સ્પીડ વધુ હતી અને તેને કાબૂમાં લેવા માટે બ્રેક લગાવવામાં આવી ત્યારે બ્રેક ફેઈલ થઈ ગઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બુધવારે સાંજે બની હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ટેન્કર માર્કેટ વિસ્તારમાં ઘૂસતું જોવા મળે છે. આ પછી તે લોકોને મારતા આગળ વધે છે અને એક જગ્યાએ અટકી જાય છે. આ દરમિયાન ટેન્કરે માર્કેટમાં હાજર શાકભાજીના સ્ટોલને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

આ દરમિયાન કેટલાક લોકો પોતાની જાતને બચાવવામાં સફળ રહ્યા હતા, પરંતુ આ દર્દનાક અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.

Scroll to Top