અત્યારે લોકશભા ની ચૂંટણી ને ગણતરી કલાકો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કૉંગ્રેસ પક્ષો ના એકબીજા ને આરોપ પ્રત્યા આરોપ ચાલુ થઈ ગયા છે તેવી જ રીતે રાહુલ ગાંધી વાયનડ માં જ્યારે રેલી શ્વરૂપે ખૂબ વિશાળ જન મેદની માં જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યાર કૉંગ્રેસ ના ઝંડા સાથે લીલા ઘ્વજ પણ દેખાયા હતા અમુક લોકો ઘ્વારા એવી અફવા ઓ ફેલવામાં આવી કે આ ઘ્વજ પાકિસ્તાની છે.
રાહુલ ગાંધી ની રેલી બાદ આ ખૂબ વાયરલ થયું હતું અમે તમને જણાવીસુ શું છે સત્ય જાણો કેરળમાં એકબાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનાડ સીટ પરથી ચૂંટણી મેદાનમાં છે. ત્યાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) ના ઝંડા એ કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. IUML રાજ્યમાં UDF (યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ)નું નેતૃત્વ કરી રહેલ કોંગ્રેસના મોટો સહયોગીઓમાંથી એક છે.
પાર્ટીના લીલા ઝંડાને લઇ સોશિયલ મીડિયા પર ચર્ચા અને કેટલીય અફવાઓ ચાલી રહી છે. લીલા ઝંડા દેખાતા પાકિસ્તાની ઝંડાની અફવા ફેલાવા લાગી હતી.ગુરૂવારના રોજ જ્યારે રાહુલ ગાંધી વાયનાડ પહોંચ્યા તો કેટલાંક મીડિયા રિપોર્ટમાં કહ્યું છે કે કોંગ્રેસ તેમના કાર્યક્રમ દરમ્યાન આઇયુએમએલના લીલા ઝંડાઓથી બચવા માંગે છે.
આ ચર્ચાએ એટલું જોર પકડયું કે મહાસચિવ કેપીએ મજીદને મીડિયામાં આવીને સ્પષ્ટતા કરવી પડી. તેમણે મીડિયામાં આવી આ સમાચારોનુ ખંડન કર્યું. મજીદ એ સ્પષ્ટતા કરી કે રાહુલના વાયનાડ પ્રવાસમાં એવો કોઇ નિર્ણય થયો નથી કે આઇયુએમએલના ઝંડા કે સિમ્બોલથી બચાવામાં આવે.
તેમણે કહ્યું કે પાર્ટીની સ્થાપનાના પહેલાં દિવસથી જ આઇયુએમએલ ગર્વની સાથે લીલા ઝંડાનો ઉપયોગ કરી રહ્યાં છે. વાયનાડથી રાહુલની ઉમેદવારીના એલાન બાદ સોશિયલ મીડિયા પર કેટલાંય યુઝર્સે વીડિયો પોસ્ટ કર્યો. આ વીડિયોમાં કેટલાંક લોકો રાહુલનું પોસ્ટર લઇ આઇયુએમએલનો લીલો ઝંડો લહેરાવી રહ્યા હતા.
પોસ્ટમાં દાવો કરાયો કે વાયનાડમાં રાહુલના પ્રચાર અભિયાન દરમ્યાન પાકિસ્તાની ઝંડાનો ઉપયોગ કરાઇ રહ્યો છે. આઇયુએમએલના વાયનાડ જિલ્લા ઉપાધ્યક્ષ ટી.મુહમ્મદે કહ્યું કે પાર્ટીની છબીને તોડવા માટે આવી કોશિષ થઇ રહી છે. અમે હંમેશા ધર્મનિરપેક્ષતા અને લોકતાંત્રિક આદર્શોને ઉપર રાખ્યા છે.
મુહમ્મદ આ વિધાનસભા ક્ષેત્રમાં યુડીએફના કેમ્પેઇન કમિટીના પણ અધ્યક્ષ છે. પ્રચંડવેગથી રાહુલ-પ્રિયંકા ગુજરાતમાં ગજવશે 5 રેલી અને જનસભા, બે યાત્રાધામોના કરશે દર્શન ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ હતો.
ભારે રસાકસી બાદ બન્ને પાર્ટીઓએ પોતાના ઉમેદવારો જાહેર કરીને બન્ને પાર્ટીઓના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. નામાંકન ભરવાની પ્રક્રિયા બાદ હવે ગુજરાતમાં બન્ને પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ચૂંટણી મેગા રેલીઓ, સભાઓ ગજવવાનો દોર શરૂ થવા જઇ રહ્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લઇને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં રાહુલ ગાંધી 5 રેલી અને જનસભા સંબોધશે, જેમનું તમામ આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા રાહુલ અને પ્રિયંકાના પ્રવાસને લઇને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
બીજી બાજુ પ્રિયંકા ગાંધી પણ આદિવાસી વિસ્તારમાં પોતાની વોટ બેંક મજબૂત કરવાના બનતા તમામ પ્રયત્નો કરશે. આદિવાસી વિસ્તારોમાં સ્વંય પ્રિયંકા ગાંધી જઇને ચૂંટણી પ્રચાર કરશે, તેના ભાગરૂપે રાહુલ અને પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી અને પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ જઇને પોતાનું શીર્ષ નમાવશે.
હવે આગામી સમયમાં ગુજરાતમાં પ્રચંડ વેગથી રાહુલ અને પ્રિયંકા 5 રેલીઓ અને જનસભાઓ ગજાવીને ભાજપને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. હવે જોવાનું એ છે કે, વર્ષ 2014 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે 26 એ 26 બેઠકો હાંસલ કરી હતી, પરંતુ આ વખતે ભાજપ પોતાની તમામ બેઠકો સાચવવામાં કેટલી સફળ થાય છે તે આવનારો સમય બતાવશે, બીજી બાજુ આ વખતે કોંગ્રેસે પ્રિયંકાને ઉતારી છે, તો પ્રિયંકા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી નુકસાન પહોંચાડી શકે છે તે આવનારો સમય બતાવશે.