બોલિવૂડ એક્ટર નસીરુદ્દીન શાહ સહિત થિયેટર અને આર્ટ સાથે જોડાયેલી 600 થી વધારે હસ્તીઓએ બીજેપીને વોટ ન આપવાની અપીલ કરી.બોલિવૂડ એક્ટર નસીરુદ્દીન શાહ સહિત થિયેટર અને આર્ટ સાથે જોડાયેલી 600થી વધારે હસ્તીઓએ બીજેપીને વોટ ન આપવાની અપીલ કરી છે.
દરેક હસ્તીઓએ એક પત્ર લખીને લોકોને કહ્યું છે કે, વોટ નાખીને બીજેપી અને તેમના સહયોગીઓને સત્તામાંથી બહાર કરો. અરજી કરનારમાં અમોલ પાલેકર, નસીરુદ્દીન શાહ, ગિરીશ કર્નાડ, એમકે રૈના અને ઉષા ગાંગુલી જેવી પ્રખ્યાત વ્યક્તિઓ સામેલ છે.
પીટીઆઈના જણાવ્યા પ્રમાણે દરેક હસ્તીઓએ ભાર આપીને કહ્યું છે કે, ભારતનું બંધારણ જોખમમાં છે. તેને વોટ ન કરો. આ પત્ર ગુરુવારે જાહેર કરવામાં આવ્યો છે. તેને 12 ભાષામાં તૈયાર કરીને આર્ટિસ્ટ યૂનાઈટેડ ઈન્ડિયા વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો છે.
પત્રમાં લખવામા આવ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણી દેશના ઈતિહાસમાં સૌથી ગંભીર ચૂંટણી છે. આજે ગીત, નૃત્ય, હાસ્ય બધુ જોખમમાં છે. આપણું બંધારણ જોખમમાં છે.
સરકારે એ સંસ્થાઓનું ગળુ દબાવી દીધું છે જ્યાં તર્ક, ચર્ચાઓ અને અસહમતીનો વિકાસ થાય છે. કોઈ લોકતંત્ર વગર સવાલ, ચર્ચા અને સજાગ વિપક્ષ વગર કામ નથી કરી શકતા. હાલની સરકારે સંપૂર્ણ તાકાતથી તેને કચડી નાખ્યું છે.
બંધારણનું સંરક્ષણ કરો અને કટ્ટરતા, ધૃણા અને નિષ્ઠુરતાને સત્તામાંથી બહાર કરો.આ પત્ર વિશે શાંતા ગોખલે, મહેશ એલકુંચેવાર, મહેશ દત્તાની, અરુંધતી નાગ, કિર્તી જૈન, અભિષેક મજૂમદાર, કોંકણા સેન શર્મા, રત્ના પાઠક શાહ, લિલેટ દુબે, મીતા વશિષ્ઠ, મકરંદ દેશપાંડે અને અનુરાગ કશ્યપના સાઈન છે.
ફિલ્મ મેકર્સે પણ કરી હતી અપીલ: નોંધનીય છેકે, આ પહેલાં 100થી વધારે ફિલ્મ મેકર્સે આગામી લોકસભા ચૂંટણી દરમિયાન બીજેપીને વોટ નહીં આપવાની દલીલ કરી હતી.
રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે અપીલ કરનાર ફિલ્મ મેકર્સના લિસ્ટમાં મલયાલમ નિર્દેશક આશિક અબૂ, આનંદ પટવર્ધન, સુદેવન, દીપા ધનરાજ, ગુરવિંદર સિંહ, પુષ્પેન્દ્ર સિંહ અને પ્રવીણ મોરછલે જેવા ફિલ્મ નિર્માતાઓ સામેલ હતા.