બોલિવૂડના દિવંગત કલાકાર શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાન્હવી કપૂર તેના લુક અને ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા રહે છે. આ દરમિયાન તેની તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તે લાંબો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.
જાહ્નવી કપૂરની આ તસવીર ભલે જૂની છે, પરંતુ સોશિયલ મીડિયા પર તે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં જાહ્નવી કપૂર ગ્લાસ સ્કિન ટાઈટ ગાઉન પહેરીને આકર્ષક પોઝ આપતી જોવા મળે છે.
આ દરમિયાન તેણે હળવો મેક-અપ કર્યો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે, જે તેના દેખાવને વધુ આકર્ષક બનાવે છે. જાન્હવી કપૂરની આ તસવીરોને અત્યાર સુધીમાં 15 લાખથી વધુ લોકોએ ઈન્સ્ટાગ્રામ પર લાઈક કરી છે અને કોમેન્ટ કરીને તેના લુકના વખાણ કરી રહ્યા છે.
View this post on Instagram
ડ્રેસ માટે અભિનેત્રી ટ્રોલ થઈ
હાલમાં જ જાહ્નવી કપૂરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે બોલ્ડ બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે, જેના કારણે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ટ્રોલના નિશાના પર આવી હતી.
ખરેખરમાં જાહ્નવી કપૂર ગત દિવસોમાં એક ઈવેન્ટમાં ભાગ લેવા પહોંચી હતી. તે ફંક્શનની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વાયરલ વીડિયોમાં અભિનેત્રી બ્લેક કલરના ગાઉનમાં જોવા મળી રહી છે, જે ખૂબ જ બોલ્ડ છે.
જ્હાનવી કપૂરની આગામી ફિલ્મો
ત્યાં જ જો આપણે તેના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે ટૂંક સમયમાં સિદ્ધાર્થ સેનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ગુડ લક જેરીમાં જોવા મળશે. આ ફિલ્મમાં જાહ્નવી કપૂરની સાથે દીપક ડોબરિયાલ, મીતા વશિસ્ત, નીરજ સૂદ અને સુશાંત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.