ગુજરાતના મહેસાણા જિલ્લાના રાંતેજ ગામમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મહિલાઓને ઘૂંઘટની પરંપરામાંથી બહાર આવવા અનોખી પહેલ કરી હતી. ખરેખમાં મંત્રી વાઘાણી રાંતેજ ગામમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. આ દરમિયાન તેમણે મંચ પર ગામની પ્રથમ મહિલા સરપંચને પરંપરા મુજબ ઘૂંઘટ હટાવવાનું કહ્યું હતું. આ સાંભળીને ત્યાં હાજર ઘણા ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
રાજપૂત સમુદાયની 35 વર્ષીય મીનાબા ઝાલા ગુરુવારે વાઘાણીને તેમના સન્માન સમારોહમાં સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવા માટે રાંતેજ ગામમાં આવી હતી, જ્યારે મંત્રીએ જોયું કે તેમણે સાડીથી પોતાનો ચહેરો ઢાંક્યો હતો, અધિકારીના જણાવ્યા મુજબ, વાઘાણીએ પછી હળવાશથી કહ્યું, “હું સંમત છું કે તેમણે ઓછામાં ઓછા જાહેર કાર્યક્રમોમાં પોતાનો ચહેરો ઢાંકવો ના જોઈએ. આ ફક્ત મારી વિનંતી છે અને તે વડીલોએ તે નક્કી કરવાનું છે.
જ્યારે શ્રોતાઓમાં કોઈએ કહ્યું કે તેઓ રાજપૂત સમુદાયના છે, તેથી તેમની મહિલાઓ ઘૂંઘટમાં રહે છે, ત્યારે મંત્રીએ કહ્યું, “તે સમાજ વિશે નથી. હું મીનાબાને ઘૂંઘટ હટાવવા વિનંતી કરું છું. હું આ પ્રથાની વિરુદ્ધ નથી. પરંતુ આપણે બધાએ બદલાતા સમય સાથે અનુકૂળ સાધવાની રાખવી જરૂરી છે. આ મારી એક જ વિનંતી છે અને આ અંગે અંતિમ નિર્ણય ગામના વડીલોએ જ લેવાનો છે. તમારી સ્ત્રીઓને આ પ્રથામાંથી બહાર લાવો. તેમને સમાન બનાવો.
વાઘાણીના સૂચનથી સંતુષ્ટ થઈને, શ્રોતાઓમાં ગૌભા ઝાલા નામના રાજપૂત સમાજના વડીલે મહિલા સરપંચને ઘૂંઘટ હટાવવાની મંજૂરી આપી હતી. મીનાબાએ કહ્યું,”વાઘાણીએ મને સરપંચ તરીકે જાહેર સમારંભોમાં ભાગ લેતી વખતે આ પ્રથામાંથી બહાર આવવાની અપીલ કરી હતી.” તેમણે શ્રોતાઓમાં બેઠેલા આ સમુદાયના વડીલોને પણ સમાનતા માટે આગળ આવવા અને આ પ્રથા છોડી દેવાની અપીલ કરી હતી. કોઈના પર દબાણ લાવ્યા વિના વાઘાણીએ કહ્યું કે આ અંગે ગ્રામજનોએ નિર્ણય લેવાની જરૂર છે.
રાંતેજ ગામના પ્રથમ મહિલા સરપંચ મીનાબાએ જણાવ્યું હતું કે મંત્રીને ખાતરી આપવામાં આવી હતી કે ગામની રાજપૂત મહિલાઓ હવે જાહેર સ્થળોએ તેમના ચહેરાને ઢાંકશે નહીં અને ઘરમાં માત્ર ઘૂંઘટનું પાલન કરશે.