કન્હૈયાના પાડોશીએ કહ્યું-“તેણે 5 દિવસ પછી દુકાન ખોલી હતી, લાશ કલાકો સુધી પડી રહી

રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયા લાલની હત્યા કેસમાં તેમના એક પાડોશી યશવંતનું નિવેદન સામે આવી રહ્યું છે. યશવંતનું ઘર કન્હૈયા લાલની દુકાનની બાજુમાં છે. પાડોશીએ પૂછપરછમાં જણાવ્યું છે કે કન્હૈયા લાલને સતત ધમકીઓ મળતી હતી. યશવંતે એમ પણ કહ્યું કે આ વિસ્તારમાં હિંદુ અને મુસ્લિમ બધા જ રહે છે, પરંતુ આવું પહેલા ક્યારેય બન્યું નથી.

આજતકના રિપોર્ટર અરવિંદ ઓઝાના જણાવ્યા અનુસાર પાડોશી યશવંતે કહ્યું, કન્હૈયાને સતત ધમકીઓ મળી રહી હતી. તેણે 5 દિવસ પછી દુકાન ખોલી હતી. જો પોલીસે સુરક્ષા આપી હોત તો કદાચ તેનો જીવ બચી ગયો હોત. આ વિસ્તારમાં હિંદુઓ અને મુસ્લિમો બધા જ રહે છે, પરંતુ આવું પહેલા ક્યારેય બન્યું નથી. હુમલાખોરો બહારના હતા. હુમલો કરી નાસી ગયા હતા.

જ્યારે મારા એક મિત્રએ કહ્યું કે આ એક હત્યા છે, ત્યારે હું સ્થળ પર ગયો અને જોયું કે કન્હૈયાની લાશ પડી હતી. તેના પર અચાનક હુમલો થયો હતો. આ ઘટના લગભગ 3 વાગ્યાની આસપાસ બની હતી. કેટલાક કલાકો સુધી લાશ પડી હતી. તેને ઉપાડવા કોઈ આવ્યું નહોતું, પોલીસ પણ અડધા કલાક પછી આવી હતી. ત્યારબાદ રાત્રે 8 વાગ્યાની આસપાસ લાશને ઉપાડવામાં આવી હતી. કન્હૈયા ગરીબ માણસ હતો. કપડાં સીવીને પરિવાર નુ ગુજરાન ચલાવતો હતો . એક વિવાદાસ્પદ પોસ્ટના કારણે તેણે જીવ ગુમાવ્યો હતો.

હત્યાના સમાચાર આવ્યા બાદ પોલીસે 28 જૂન, મંગળવારે બંને આરોપી રિયાઝ મોહમ્મદ અને ગોસ મોહમ્મદની ધરપકડ કરી હતી. અહેવાલ છે કે હત્યાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે એનઆઈએની એક ટીમ ઉદયપુર જવા રવાના થઈ ગઈ છે. ત્યાજ રાજસ્થાન સરકારે તેના વતી વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે. રાજસ્થાનમાં ઈન્ટરનેટ બંધ અને 144 કલમ લાગુ કરવામાં આવી છે. તેમજ પોલીસકર્મીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે અને અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.

Scroll to Top