હદ છે… લો બોલો ઉત્તર કોરિયાના તાનાશાહે કહ્યું… કોરોનાના વધતા કેસ માટે એલિયન્સ જવાબદાર

પોતાના વિચિત્ર નિર્ણયોને લઈને ચર્ચામાં રહેનાર કિમ જોંગ ઉને વધુ એક નવી વાત કહી છે. ઉત્તર કોરિયાના તાનાશાહનું નવું નિવેદન ફરી એકવાર હેડલાઇન્સમાં છે. શુક્રવારે તેમણે વધતા કોરોના કેસ પાછળ એવો તર્ક કર્યો કે લોકો મૂંઝવણમાં પડી ગયા કે હસવું કે ટીકા કરવી.

દેશમાં કોરોના વાયરસ કેવી રીતે આવ્યો?

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને દાવો કર્યો છે કે દેશમાં પહેલો કોવિડ કેસ એલિયન્સના કારણે ફેલાયો હતો. ઉત્તર કોરિયાએ પોતાના દાવામાં કહ્યું છે કે એલિયન્સે દક્ષિણ કોરિયાની સરહદ નજીકથી ફુગ્ગામાં વાયરસ ફેંક્યો હતો. જેના કારણે તેમના દેશમાં કોરોના વાયરસ ફેલાઈ ગયો.

‘સીમા નજીકના લોકોએ જાગૃત થવાની જરૂર છે’

સમાચાર એજન્સી રોઇટર્સે, રાજ્યના મીડિયા KCNA ને ટાંકીને અહેવાલ આપ્યો છે કે સરકારે ત્યારબાદ તેના લોકોને પવન અને અન્ય આબોહવાની ઘટનાઓ અને સીમાંકન રેખા અને સરહદની નજીકના વિસ્તારોમાં ફુગ્ગાઓમાંથી આવતા વિદેશી વસ્તુઓ પ્રત્યે સતર્ક રહેવાનો આદેશ આપ્યો હતો.

આ રીતે પ્રથમ કોરોના કેસ નોંધાયો

તેમના જણાવ્યા મુજબ, એક 18 વર્ષીય સૈનિક અને 5 વર્ષીય કિન્ડરગાર્ટનર, જેઓ એપ્રિલની શરૂઆતમાં કુમગાંગની પૂર્વીય કાઉન્ટીમાં બેરેક અને રહેણાંક ક્વાર્ટર્સની આસપાસ અજાણી સામગ્રીના સંપર્કમાં આવ્યા હતા. જે પછી બંનેમાં કોરોનાના લક્ષણો દેખાયા, ત્યારબાદ કોરોનાના પ્રથમ કેસની પુષ્ટિ થઈ. જે બાદ આખો દેશ કોવિડની ઝપેટમાં આવી ગયો.

એલિયન્સ કોવિડ ફેલાવે છે

મહત્વની વાત એ છે કે બીબીસી અનુસાર, કિમ જોંગનું કહેવું છે કે ફુગ્ગામાં વાયરસ ભરીને એલિયન્સે દક્ષિણ કોરિયાની સરહદ નજીકથી તેમના દેશમાં કોરોના વાયરસ ફેલાવ્યો છે.

Scroll to Top