સૂર્યના પુત્ર શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિદેવ જ એવા દેવતા છે જે સમય આવવા પર વ્યક્તિના સારા-ખરાબ કર્મોનું ફળ આપે છે. તેમની વિનાશક નજરથી બચવું ખૂબ મુશ્કેલ છે. આ જ કારણ છે કે શનિદેવ હંમેશા ક્રૂરતા અને કષ્ટો સાથે જોડાયેલા છે. પરંતુ શું તમે જાણો છો, જો શનિવારે સવારે કેટલીક ખાસ વસ્તુઓ જોવામાં આવે છે, તો તેનો અર્થ એ છે કે શનિ તમારા પર મહેરબાન છે અને તમારી પરેશાનીઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે.
ઘોડાની નાળ
જો તમને શનિવારે રસ્તામાં ઘોડાની નાળ પડેલી જોવા મળે તો તેને ઘરે લાવીને દરવાજા પર લટકાવી દો. તેનાથી તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. તેમજ નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકશે નહીં.
કાગડો
શનિવારે ઘરની બહાર પાણી પીતા કાગડાને જોવું શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળવાના છે. જો આ દિવસે ઘરની છત પર કાગડો બેઠો જોવા મળે તો તેને શુભ સંકેત માની લો.
કાળો કૂતરો
શનિવારે સવારે કાળો કૂતરો જોવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આ દિવસે શનિ મંદિર પાસે કાળો કૂતરો દેખાય તો તેને રોટલી અથવા કોઈપણ ખાવાની વસ્તુ આપો. આમ કરવાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
કાળી ગાય
જો તમે શનિવારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર નીકળો છો અને રસ્તામાં તમને કાળી ગાય દેખાય છે તો સમજી લેવું કે તમારું કામ થવા જઈ રહ્યું છે. એવું કહેવાય છે કે શનિવારે દરવાજા પર કાળી ગાય આવવાથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે.
પીંપળનુ વૃક્ષ
જો તમે શનિવારે કોઈ કામ માટે બહાર જાઓ છો અને રસ્તામાં તમને પીપળનું ઝાડ દેખાય છે તો સમજી લેવું કે તમારો દિવસ સારો જવાનો છે. તેનાથી કાર્યોમાં સફળતા મળવાની શક્યતા વધી જાય છે.
સફાઈ કરતો માણસ
શનિવારની સવારે કોઈ વ્યક્તિ કે સફાઈ કામદારને ઝાડુ મારતા જોવાનું પણ શુભ માનવામાં આવે છે. જો આવી વ્યક્તિ તમારા ઘરની સફાઈ કરવા પણ આવે તો તેને પણ કંઈક દાન અવશ્ય કરવું. તેનાથી તમારી સંપત્તિમાં પણ વધારો થશે.