ચૂંટણી ના હવે ગણતરી ના કલાકો બાકી છે ત્યારે આણંદ લોકસભા ના ઉમેદવાર કોંગ્રેસ ના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકી ને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે પત્રકારો ના મતે આણંદ બેઠક પર ભરતસિંહ સોલંકી નો વિજય નિશ્ચિત છે જાણો તેનું સુ છે કારણ, આણંદ લોકસભા સીટ હાલ ખૂબ ચર્ચા માં છે કારણકે ચાલુ સંસદ સભ્ય દિલીપ ભાઈ પટેલ જે ભરત સોલંકી સામે 63000 મત થી જીત્યા હતા એ 2014 ની ચૂંટણી માં જે મોદી લહેર માં જીત થઈ હતી અને તે પણ ગુજરાત માં 2014 ની ચૂંટણી ને લઈ ને સૌથી ઓછા માર્જિન થી બીજી સીટૉ ની ગણતરી થી આ સીટ પર દિલીપ ભાઈ પટેલ વિજયી થયા હતા.
આ વખતે તેમને ટીકીટ ના આપી અને મિતેષ ભાઈ પટેલ ને ટીકીટ આપી તમને મિતેષ ભાઈ નો તો પરિચય આપીશું સાથે દિલીપ ભાઈ ને કેમ ટીકીટ ના ફાળવવામાં આવી તે પણ જણાવી દઈએ ભાજપે અનેક બેઠકો પર રીપિટ થિયરી અમલમાં મૂકી હતી પરંતુ આણંદ બેઠકનો માહોલ જૂદો હતો, ત્યાં સીટિંગ સાંસદ દિલિપ પટેલ વિરુદ્ધ જનતાની સાથોસાથ ભાજપના કાર્યકરોમાં પણ વિરોધ જોવા મળ્યો હતો, જૂથવાદ પણ ચાલી રહ્યો હતો. તેવામાં ભાજપે દિલિપ પટેલનું પત્તુ કાપીને વર્ષોથી ભાજપના કાર્યકર એવી મિતેષ પટેલને ટિકિટ આપી હતી.
દિલિપ પટેલને ટિકિટ ન મળવાનું બીજું કારણ તેમનો આક્રમક સ્વભાવ પણ છે, જેનો ભોગ આણંદ ભાજપના કાર્યકરો અને નેતાઓ પણ બન્યા હતા, વચ્ચે તેમનો એક વીડિયો પણ ફરતો થયો હતો, જેમાં તે પોલીસ અધિકારીને ધમકાવી રહ્યાં હતા. જ્યારે આ બેઠક પર સેન્સ લેવામાં આવી ત્યારે ભાજપના કાર્યકરોએ દિલિપ પટેલની કામગીરી અંગે આક્ષેપો કર્યા હતા, કાર્યકરો તરફથી કરવામાં આવેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને તેમનું પત્તુ કાપવામાં આવ્યું હતું. તો આવો જાણીએ નવા લોકસભા ઉમેદવાર મિતેષ ભાઈ પટેલ વીશે.
સામાન્ય રીતે ઓછી ચર્ચામાં રહેતી ગુજરાતની આણંદ બેઠક આ વખતે ચર્ચામાં છે. ભાજપે આ બેઠક ઉપરથી મિતેષ પટેલને ઉતાર્યા છે, જેઓ ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા હુલ્લડોમાં આરોપી હતા. 54 વર્ષીય પટેલે ચૂંટણીપંચમાં દાખલ કરેલી ઍફિડેવિટ પ્રમાણે જાણવા મળે છે કે 2002 માં ભારતીય દંડ સંહિતાની અલગ-અલગ કલમો હેઠળ આરોપી બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમનો નિર્દોષ છૂટકારો થયો છે.
કૉંગ્રેસે પટેલની સામે કેન્દ્ર સરકારના પૂર્વ પ્રધાન ભરતસિંહ સોલંકીને ઉતાર્યા છે, જેઓ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષપદે પણ રહી ચૂક્યા છે. ઍફિડેવિટમાં પટેલે જણાવ્યા પ્રમાણે, તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 147 (હુલ્લડ), 148 (જીવલેણ હથિયાર રાખવા), 149 (ગેરકાયદેસર મંડળી રચવી), 436 (આગ કે વિસ્ફોટકથી સંપત્તિને નુકસાન પહોંચાડવું), 332 (સરકારી કર્મચારીની ફરજમા અવરોધ ઊભો કરવો), 337 (અન્યોના જીવની ઉપર જોખમ ઊભું થાય તેવું કૃત્ય કરવું) જેવી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સિવાય આઈપીસીની 153 (ક), 120 (બ), 454, 457, 380, 452 અને બોમ્બે પોલીસ ઍક્ટની કલમ-135 હેઠળ કેસ ચાલ્યો હતો.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા)ના રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2010 માં નીચલી અદાલતે તેમને છોડી દીધા હતા.
આરોપીઓને નિર્દોષ છોડી દેવા સામે વર્ષ 2011 માં તત્કાલીન નરેન્દ્ર મોદી સરકારે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. મિતેશ પટેલ ભાજપના કાર્યકરો અને મિત્રોમાં ‘બકાભાઈ’ના નામથી ઓળખાય છે. મિતેષ પટેલની ગણનાઆણંદજિલ્લાનાટોચનાઉદ્યોગપતિઓમાં થાય છે. તેઓ લક્ષ્મી પ્રોટીન પ્રોડક્ટ્સના ચૅરમૅન તથા મૅનેજિંગ ડિરેક્ટર છે. આ સિવાય ફૂડ પ્રોસેસિંગ સાથે સંકળાયેલી અન્ય બે કંપનીઓ પણ ધરાવે છે. તેઓ 1959 થી પ્રચલિત ‘લક્ષ્મી’ બ્રાન્ડ હેઠળ તુવેરદાળ, ચણાદાળ અને મગદાળ પ્રોસેસ કરે છે. ભાજપ દ્વારા આપવામાં આવેલા તેમના બાયો-ડેટા પ્રમાણે, તેમની પ્રોડક્ટ્સ 12 દેશોમાં નિકાસ થાય છે. કંપની રિલાયન્સ ફ્રેશ માર્ટ, બિગ બાઝાર, ડી-માર્ટ, આદિત્ય બિરલા જૂથની રિટેલ ચેન મોર હાયપર અને ટેસ્કો જૂથની સ્ટાર બજારને કઠોળ સપ્લાય કરે છે.
તેઓ ‘ગુજરાત દાળ ઉત્પાદક મંડળ’ અને ‘ભાજપ સેન્ટ્રલ ગુજરાત વ્યાપાર ઉદ્યોગ સેલ’ ના સંયોજક, ભાજપના સેન્ટ્રલ વિદ્યાનગરની એસ. પી. યુનિવર્સિટીના સેનેટ મેમ્બર છે. તેમણે 1986 માં બેંગ્લુરુ ખાતેથી ડિપ્લોમા ઇન ટેલિકૉમ્યુનિકેશન એન્જિનિયરિંગ કર્યું હતું.
પટેલે સંપત્તિમાં મર્સિડિઝ, બે ઇનોવા, એક સ્વિફ્ટ, એક હોન્ડાવેવ અને એક બાઇક ધરાવે છે. પટેલ આદિવાસી વિસ્તારોમાં કાર્યરત સંઘની સંસ્થા ભારતીય વનવાસી કલ્યાણ પરિષદ અને વિશ્વ હિંદુ પરિષદ સાથે સંકળાયેલા છે. પીટીઆઈના અહેવાલ પ્રમાણે, પટેલે (પત્ની દીપાલીબહેનની સાથે) રૂ. 3 કરોડ 48 લાખની જંગમ અને રૂ. 4 કરોડ 22 લાખની સ્થાવર સંપત્તિ ધરાવે છે.
જાણો કોણ મારશે બાજી પત્રકારો અને 2017 ની ચૂંટણી પછી અત્યારે ભરત સોલંકી જીતે તેવી શકયતા ઓ છે એ પણ તમને જણાવીયે આણંદ લોકસભા સીટ ઉપર એમ તો કૉંગ્રેસ નું પ્રભુત્વ છે અને કૉંગ્રેસ માં મોટા નેતાઓ આ વિસ્તાર માંથી આવે છે જેવા કે સરદાર વલ્લભ ભાઈ પટેલ પણ આજ વિસ્તાર ના રહેવાસી હતા અને બીજા જેવા કે ઇશ્વર સિંહ ચાવડા (દાદા) (સ્વાતંત્ર્ય સેનાની) માધવસિંહ સોલંકી (પૂર્વ મુખ્ય મંત્રી) ભરતસિંહ સોલંકી (પૂર્વ કેન્દ્રીય મંત્રી) અમિત ચાવડા (કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ) આ પ્રદેશ માંથી આવે છે અને આ વિસ્તારે કૉંગ્રેસી વિસ્તાર તરીકે ઓળખ ઉભી કરી છે હવે 2017 માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આણંદ સંસદીય ક્ષેત્રમાં ભાજપનું પ્રદર્શન કેવું હતું તેના પર નજર ફેરવીએ તો આ સંસદીય ક્ષેત્રમાં 7 વિધાનસભાની બેઠકો આવે છે.
જેમાંથી ભાજપને માત્ર 2 બેઠકો જ્યારે કોંગ્રેસને 5 બેઠકો મળી હતી. ભાજપને મળેલી બેઠકોમાં ખંભાત અને ઉમરેઠ છે, જ્યારે કોંગ્રેસે બોરસદ, આંકલાવ, આણંદ, પેટલાદ અને સોજીત્રા બેઠક કબજે કરી હતી. આ સાત બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસને મળેલા મતો જોઇએ તો 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં આ સાત બેઠકો પર ભાજપને 5,04,945 જ્યારે કોંગ્રેસને 5,64,159 મતો મળ્યા હતા. મતોનો તફાવત જોઇએ તો કોંગ્રેસને ભાજપ કરતા 59,214 મતો વધારે મળ્યા હતા. જો આ પેટર્નથી આણંદ બેઠક પર મતદાન કરવામાં આવ્યું તો 2014 માં જેટલી સરસાઈથી ભાજપ જીત્યું હતું તેની આસપાસના મતો કપાઈ શકે છે, એટલે કે આ વખતની ચૂંટણીમાં આ બેઠક પર કૉંગ્રેસ ના ભરત ભાઈ સોલંકી વિજયી થઈ શકે છે.
પત્રકારો મુજબ ભરતસિંહ વિજયી થશે એમને કરેલા સર્વે મુજબ જોરદાર પ્રતિસાદ ભરતસિંહ ને મળી રહ્યો છે ભરત સિંહ સોલંકી આણદ ના દિગગજ નેતા કહેવામાં આવે છે. આ વિસ્તાર માં સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને અત્યારે ભરતસિંહ સોલકી નોજનસપર્ક મજબૂત ચાલી રહ્યો છે અને જનતા નો જબરદસ્ત આવકાર મળી રહ્યો છે ભરતસિંહ નું ટિમ નેટવર્ક જબરદસ્ત છે તેમને કામ કરવાની રીત હોય અમિત ચાવડા કાંતિભાઈ સોઢા રાજેન્દ્રસિંહ પરમાર નિરંજન પટેલ નટવર સિંહ મહિડા જેવા નેતાઓ ખૂબ જ મેહનત કરે છે અને બીજી વાત બકા ભાઈ કરતા ભરતસિંહ કૉંગ્રેશ ના અગ્રણી જુના કાર્યકર છે.
તેમને નાના બાળકો થી માડી વડીલો સુધી લોકો પ્રત્યક્ષ ઓળખે છે તેમને જાણે છે જ્યારે બકા ભાઈ ની કોઈ એવી ભરતસિંહ સોલંકી જેવી આગવી ઓળખ નથી, આણંદ લોકસભા સીટ પર ક્ષત્રિય મતદારો પણ વધુ છે એ પણ ફાયદો ભરતસિંહ ને જ છે ભરતસિંહ ની મિટિંગ માં પણ જોરદાર પ્રતિસાદ મળે છે ખૂબ કાર્યકરો હોય છે આણંદ ના વિકાસ માં ભરતસિંહ સોલંકી નો ખુબ મોટો ફાળો છે જયારે ભરતસિંહ સોલંકી કૉંગ્રેસ સરકાર માં રાજ્ય રેલવે મંત્રી હતા ત્યારે આણંદ ના રેલવે સ્ટેશન ને અદભુત બનાવવા અને સુપર ફાસ્ટ ટ્રેન ને સ્ટોપેજ આપવાની વાત હોય કે પછી આણંદ ના રેલવે સ્ટેશન માં એસકેલેટર ની સુવિધા મંજુર કરાવવાની વાત હોય કે પછી આણંદ જિલ્લા ની જનતા માટે ટિકિટ રિઝર્વેશન માટે ની કાર સુવિધા (જુદા જુદા વિસ્તાર માં કાર મારફતે ટિકિટ રિઝર્વેશન કરી આવમાં આવતું હતું) અમુક તો કામો સરકાર બદલતા જ બંધ કરી દેવામાં આવેલ છે જેવી રીતે કે આણંદ રેલવે સ્ટેશન પર એસકેટર ની જગ્યા એ લિપ મુકવામાં આવી રિઝર્વેશન વાન બંધ કરવામાં આવી અમુક ટ્રેન ના સ્ટોપેજ કરવામાં આવ્યા આણંદ જિલ્લા ના વિકાસ ના કામો માં પૂર્વ કેદ્રિય મંત્રી ભરત સિંહ સોલંકી નો અદભુત ફાળો રહ્યો છે.
આણંદ લોકસભા બેઠક પર એવું કહેવામાં આવે છે એવી માન્યતા છે જે પાર્ટી જીતે છે તે પાર્ટી નો વડાપ્રધાન બને છે,અવે એ તો જોવી રહ્યું કોણ બને છે પણ ભરતસિંહ જીતે છે સૂત્રો પ્રમાણે એ નક્કી છે.