મૃતકોને જીવતા કરવાની અનોખી ટેકનિકનો દાવો! કંપની મૃતદેહને બરફમાં દફનાવશે

આધુનિક યુગ વિજ્ઞાનનો છે. ઘણી અદ્ભુત શોધોએ આપણને આશ્ચર્યચકિત પણ કર્યા છે. પરંતુ આજ સુધી કોઈ ટેક્નોલોજી આવી શકી નથી જે માનવીને જીવતી કરી શકે. જ્યારે કુદરતનો એવો રિવાજ છે કે દરેક માણસે મરવું પડે છે.પરંતુ ઓસ્ટ્રેલિયાની એક કંપનીએ દાવો કર્યો છે કે તે માણસને મૃત્યુ પછી જીવતો કરશે. કંપનીનું કહેવું છે કે આ માટે મનુષ્યોના શબને બરફની નીચે દટાવવા પડશે.

ડેઈલી મેઈલના એક અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાની સધર્ન ક્રાયોનિક્સ કંપનીનું મુખ્યાલય સિડનીમાં છે. કંપનીએ હોલબ્રુકમાં તેની હાઇટેક ફેસિલિટી સ્થાપી છે. જ્યાં કંપની દાવા મુજબ માનવ શરીરને -200 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં દફનાવશે. જો વિજ્ઞાન ભવિષ્યમાં મનુષ્યને જીવંત બનાવવાની શોધ કરે તો દાટેલી લાશોને બહાર કાઢીને જીવંત બનાવી શકાય. આવો દાવો કંપનીનો છે.

આ માટે કંપની તેના ગ્રાહકો પાસેથી 1 કરોડથી વધુ રૂપિયા વસૂલશે. માનવ શબને સ્ટીલની ચેમ્બરમાં પ્રવાહી નાઇટ્રોજનમાં -200 °C તાપમાને દફનાવવામાં આવશે. આમાં શરીરને ઊંધું એટલે કે પગ ઉપર, માથું નીચે રાખવામાં આવશે. જેના કારણે ચેમ્બર લીક થાય તો મગજના બચવાની શક્યતા રહે છે.

રિપોર્ટ અનુસાર કંપની પાસે હાલમાં 40 લોકોના મૃતદેહને બરફમાં દફનાવવાની જગ્યા છે. આગળ કંપનીના નવા વેરહાઉસ બનાવવામાં આવશે. તેમાં 600 લોકોને રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે. કંપનીના આ પ્રોજેક્ટને વિજ્ઞાનમાં ક્રાયોનિક્સ કહેવામાં આવે છે.

Scroll to Top