એક વિચિત્ર પ્રકારનો કિસ્સો ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાંથી સામે આવ્યો છે જ્યાં એક બાળક રમતા રમતા જીવતો સાપ ગળી ગયો હતો. સદનસીબે બાળકની માતાએ બાળકના મોઢામાં સાપની પૂંછડી જોઈ. તેણે તરત જ પૂંછડી પકડીને બહાર કાઢી લીધો.
આ આખો મામલો બરેલીના ફતેહગંજ પશ્મીચી પોલીસ સ્ટેશન વિસ્તારના ભોલાપુરનો છે, જ્યારે રમતા રમતા એક વર્ષનું બાળક જીવતો સાપ ગળી ગયો ત્યારે અચાનક હંગામો મચી ગયો. તેની માતાએ સાપની પૂંછડી પકડીને બાળકના મોંમાંથી બહાર કાઢ્યું હતું. બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્તાન ડોટ કોમના અહેવાલ મુજબ બાળકના પિતા ધરમપાલે જણાવ્યું કે તેમનો એક વર્ષનો પુત્ર શનિવારે સવારે ઘરે રમી રહ્યો હતો. અચાનક એક સાપનું બચ્ચું બાળક પાસે આવ્યું. આ પછી બાળકે તે સાપના બચ્ચાને મોઢામાં મૂકી દીધું અને સાપ ધીમે ધીમે અંદર જવા લાગ્યો.
બાળકની માતાએ તે જોયું કે તરત જ તેણે ઉતાવળમાં સાપની પૂંછડી પકડી અને તેને બહાર કાઢ્યો. ત્યાં સુધીમાં સાપનું બચ્ચું મરી ગયું હતું. બાળકના મોંમાંથી કાઢેલા સાપની લંબાઈ સાત ઈંચ હતી.
બીજી તરફ બાળકને એડમિટ કર્યા બાદ તબીબોએ તાત્કાલિક તેની સારવાર શરૂ કરી દીધી હતી. તબીબોનું કહેવું છે કે બાળક ખતરાની બહાર છે. થોડા સમય બાદ તેને સારવાર બાદ ઘરે પરત મોકલી દેવામાં આવ્યો છે.