પ્રખ્યાત અને લોકપ્રિય સેલિબ્રિટી ટોક શો કોફી વિથ કરણની નવી સીઝન શરૂ થઈ ગઈ છે. બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ શોની સાતમી સિઝનના પહેલા એપિસોડમાં ગેસ્ટ તરીકે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેના કલાકારોએ શોના હોસ્ટ એક્ટર કરણ જોહર સાથે ખૂબ જ મસ્તી કરી હતી. આ સાથે ઘણી સાંભળેલી અને ન સાંભળેલી વાતો પણ શેર કરવામાં આવી હતી. આટલું જ નહીં શોમાં સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
શોમાં જ્યારે અભિનેતા રણવીર સિંહે ઉર્ફીને ‘ફેશન આઇકોન’ કહી ત્યારે ફિલ્મ નિર્માતા કરણ જોહરે તેના કટઆઉટ ડ્રેસની મજાક ઉડાવી હતી. બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ ફરી એકવાર ચર્ચામાં આવ્યી જ્યારે કોફી વિથ કરણ 7 માં તેના નામની ચર્ચા થઈ. શોમાં એક ફન સેગમેન્ટ દરમિયાન, કરણ જોહરે રણવીરને પૂછ્યું કે કયા સેલેબએ ખૂબ જ ઝડપથી આઉટફિટ રિપીટ કર્યો છે? જેના જવાબમાં રણવીર સિંહે શાનદાર અંદાજમાં ઉર્ફી જાવેદનું નામ લીધું હતું.
રણવીરના મોઢેથી ઉર્ફીનું નામ સાંભળતા જ કરણ હસવા લાગ્યો. તે જ સમયે આલિયા ભટ્ટ પણ એકદમ ચોંકી ગઈ હતી. રણવીરના જવાબ પર, આલિયા કહે છે કે ‘આ તેનું દુઃસ્વપ્ન હશે?’ આના પર રણવીરે કહ્યું કે,’હા ઉર્ફી એક નવી ફેશન આઇકોન છે. કરણ જોહરે રણવીરને બચાવતા કહ્યું કે, ‘ઉર્ફી પાસે હંમેશા નવા કટ હોય છે.’ બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફી તેના લુક્સને લઈને વારંવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ડિઝાઇનર હેરિસ રીડે ઉર્ફીની પ્રશંસા કરી હતી.
આ ઉપરાંત ઉર્ફીને વર્ષનાં સૌથી વધુ વખત ગૂગલ્ડ એશિયન લોકોની યાદીમાં પણ સામેલ કરવામાં આવી હતી. અભિનેત્રી અને મોડલ ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના નવા લુક ફેન્સ સાથે શેર કરતી રહે છે. ઘણા લોકો તેના આ લુક્સને ખૂબ પસંદ કરે છે, જ્યારે ક્યારેક તેની અસામાન્ય ફેશનને કારણે ઉર્ફી ટ્રોલિંગનો શિકાર પણ બને છે. પરંતુ આ બધું હોવા છતાં અભિનેત્રી કોઈ પણ જાતની પરવા કર્યા વિના તેના અનુસાર જીવન જીવવાનું પસંદ કરે છે.