હવામાન વિભાગે કરી મોટી આગાહી, ગુજરાતમાં ક્યારે અને ક્યા પડશે ભારેથી અતિભારે વરસાદ

ગુજરાતમાં અનેક શહેરોમાં સામાન્યથી લઇ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદવાદમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં સેટેલાઇટ, પ્રહાલાદ નગર, એસ જી હાઇવે બાજુ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ પૂર્વના વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરની અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે.

હવામાન વિભાગના મતે, વલસાડ, દીવ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરતા શહેરીજનોને હાશકારો થયો છે. આગામી 11 અને 12 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ બન્ને દિવસોમાં 12 તારીખે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ સિવાય ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતના તમામ દરિયાકાંઠાએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન પણ આપી દેવામાં આવ્યું છે

Scroll to Top