પૂજાપાઠ અને મંગલકાર્ય વખતે કેમ અલગ અલગ દિવા પ્રગટવામાં આવે છે, જાણો શુ છે તેનું કારણ

ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ ચૈત્ર મહિનામાં જ નવરાત્રિ ની પણ શરૂઆત થાય છે. નવ દિવસ લગીને માં દુર્ગા ના અલગ અલગ સ્વરૂપ ની પૂજા કારવમાં આવે છે. આ દિવસો માં માતાજી ની સામે દીવો પ્રગટાવવામાં આવે છે. એટલા માટે જ દીવાની મહિમા જાણવી જરૂરી છે. એવું એટલા માટે હોય છે કે દીવા અલગ અલગ પ્રકાર ના હોય છે.અને બધાજ દીવાનું મહત્વ અલગ હોય છે.

તમને ખબર નઇ હોય કે દેવી દેવતા ના સામે અલગ અલગ દીવા પ્રગટાવવામાં તેનો મતલબ પણ અલગ જ હોય છે. તમને બતાવી દઈ એ કયા કામ માટે કયો દીપક કરવો જોઈએ.

કેમ પ્રગટાવામા આવે છે દીપક?

ભારતીય પરંપરા અનુસાર દીપક પ્રગટાવવો એ ખૂબ જ શુભ મનાય છે. એવું મનાઈ છેકે ભગવાન પ્રકાશ રુપે આપણા સામે જ છે. એટલા માટે જ કાઈ પણ શુભ કાર્ય કરતા સમયે દેવી દેવતા સામે દીપક પ્રગટાવવામાં આવે છે. દીપક પ્રગટાવ વાનો મતલબ જ્યોત ના રૂપ મા દેવી દેવતા ત્યાં હાજર હોય અને આપણે તેમની પૂજા કરી શકીએ .જ્યારે પણ ઘર મા દિપક કરો ત્યારે દેશી ઘી અથવા તલ ના તેલ નોજ દીપક કરવો જોઈએ.

સરસો ના તેલ નો ક્યારે પણ દીપક કરવો નહીં. પણ દિવાળી ના અવસર પર સરસો ના તેલ નો દીપક પ્રગટાવવામાં આવે છે. આના સિવાય સરસો ના તેલ નો દીપક શનિવાર ના દિવસે શનિ દેવ ના પણ પ્રગટાવવામાં આવે છે. અને ઘર ની બહાર અને શનિમંદિર માં પ્રગટાવવામાં આવે છે. ચારમુખ વાળા દીપક પ્રગટાવા નું મહત્વ, એકમુખ વાળા દીપક ને બધી જ પૂજા વિધિ માં પ્રગટાવવામાં આવે છે. બીજું બેમુખ વાળા દીપક ત્યારે પ્રગટાવવામાં આવે જ્યારે શત્રુ પરેશાન કરતો હોય આનાથી વિરોધી શાંત થઈ જાય.

ત્રણ મુખ વાળા દીપક ને સતત ત્રણ મહિના સુધી પ્રગટાવવામાં આવે તો સંતાન સબંધી કોઈ પણ મુશ્કેલીઓ દૂર થાઈ છે. એક, બે, ત્રણઅને એક ચાર મુખ વાળા દીપક ને પ્રગટાવવામાં આવે છે. ઘી નો ચારમુખ વાળો દીપક જો રોજ સાંજે લક્ષ્મીજી ને સામે કરવામાં આવે તો ધન સબંધિત બધી મુશ્કેલીઓ દૂર થાય છે. એટલા માટેજ ચારમુખ વાળો દીપક લક્ષ્મીજી સામે પ્રગટાવવામાં આવે છે. દીપક ની જ્યોત ની દિશા નું મહત્વ દીપક ને જ્યોત કઈ દિશા માં હોય એના માટે વસ્તુ શાસ્ત્ર મા ઘણાં નિયમો છે તે એના પર પણ નિર્ભર કરે છે કે તમે કયા દેવિદેવતા ની પૂજા કરી રહ્યા છો. અને એમનો વાશ કઇ દિશા મા છે.

સૂર્યોદય ની પેહલી કિરણ ને આશાની કિરણ કહેવાય છે. પૂર્વ દિશામાં જો દીપક ની જ્યોત ને પૂર્વ દિશામાં રાખવામાં આવે તો આયુષ્ય લાંબુ થાઈ છે. વ્યવસાય માં લાભ, વેતન, વૃધ્ધિ માટે ઉત્તર દિશા માં દીપક ની જ્યોત રાખવી. આ ધન વૃધ્ધિ માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top