ઘણા સમયથી કોંગ્રેસ નબળી પડી હતી, પણ ત્યારે રાહુલ ગાંધીએ યુવા નેતૃત્વ અમિત ભાઈ ચાવડા ને મૂકી ને ગુજરાત કોંગ્રેસ પર જોર આપ્યું, જેથી કોંગ્રેસ મજબૂત થઈ, જોકે આમાં ઘણા નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા અને અમુક ભાજપના નેતાઓ કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોર ભાજપ માં જોડાય જશે તેવા સમાચાર વહેતા થતા જ ગુજરાત નું રાજકારણ ગરમાયુ છે.
ત્યારે અલ્પેશ ઠાકોર આજે પ્રેસ કોન્ફેરેન્સ કરી ને તમામ સવાલો ના જવાબ આપશે ત્યારે દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઇ જશે.કે અલ્પેશ ઠાકોર ભાજપ નો કેસરિયો ધારણ કરશે કે પછી કોંગ્રેસ માં જ રહેશે. એક તરફ ગુજરાત ભાજપ ના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી એ પ્રતિક્રિયા આપી હતી કે ભાજપ ના દ્વાર હંમેશા બધાજ માટે ખુલ્લા છે. જેને આવવું હોય તે આવી શકે છે.કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે અને ભાજપ દ્વારા અલ્પેશ ઠાકોરને મંત્રી પદ આપવામાં આવે તેવી અટકળો રાજકીય લોબીમાં ચાલી રહી છે. ત્યારે આ વાતને લઇને રાજકારણ ગરમાઈ રહ્યું છે.
જો લોકસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તો ભાજપને મોટો ફાયદો થશે અને કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં મોટો ફટકો પડશે. આવી અટકળો સેવાઈ રહી છે ત્યારે અલ્પેશ ઠાકોરે મહત્વ નું નિવેદન આપ્યું છે ગઈકાલે ઠાકોર સેનાની મીટીંગમાં કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને 24 કલાકમા કોંગ્રેસના સાતેય હોદ્દા પરથી રાજીનામું આપી દેવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યા બાદ અલ્પેશ ઠાકોરે “ખાનગી ન્યુઝ ચેનલ” ને મેસેજ આપી સ્પષ્ટતા કરી હતી કે હું ભાજપમાં જવાનો નથી. ગઈકાલે બપોરથી મોડી રાત સુધી ઠાકોર સેનાની મીટીંગ ચાલી હતી અને કોંગ્રેસ દ્વારા ઠાકોર સમાજની અવગણના કરવામાં આવી રહી હોવાથી ઠાકોર સેના કોંગ્રેસની નેતાગીરી વિરુદ્વ આક્રમક રૂપ ધારણ કરીને અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ છોડી દેવા આદેશ આપ્યો હતો.
હોદ્દા ઉપરાંત કોંગ્રેસનું ધારાસભ્ય પદ પણ છોડી દેવા માટે ઠાકોર સમાજ દ્વારા અલ્પેશ ઠાકોરને જણાવી દેવામાં આવ્યા બાદ અલ્પેશ ઠાકોરે મેસેજ પર જાણ કરી છે કે હું ભાજપમાં જવાનો નથી. હાલ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડવા અંગે પોતાની કેફિયત રજૂ કરી નથી. કોંગ્રેસ દ્વારા લોકસભાની ટીકીટ અંગે ઠાકોર સમાજની અવગણના કરવામાં આવી હોવાના મુદ્દે ઠાકોર સમાજ કોંગ્રેસથી નારાજ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.’
કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી પણ ઠાકોર સમાજમાં ઉભા થયેલા અસંતોષની આગને થાળે પાડવા માટે ડેમેજ કન્ટ્રોલમાં લાગી ગઈ છે. લોકસભાની સામી ચૂંટણીએ ઠાકોર સેનાના આક્રમક તેવર કોંગ્રેસ માટે ઉત્તર ગુજરાતમાં મોટા પ્રમાણમાં નુકશાનકારક સાબિત થઈ શકે એમ છે. આવનાર દિવસોમાં અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના શું નિર્ણય કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી રહેશે.ઘારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પત્રકાર પરિષદને સંબોધીને કહ્યું કે કોર કમિટીના નિર્ણય અંગે સાંજ સુધીમાં આગળ શું કરવામાં આવે તેની ચર્ચા કરવામાં આવશે. સમાજનું અપમાન કરવામાં આવી રહ્યું છે અને સમાજના નિર્ણયને શિરોમાન્ય ગણવામાં આવશે. જો સમાજ કહેશે તો ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દેતાં પણ ખંચકાઈશ નહીં.
મારા માટે સમાજ મહત્વનો છે. હાલ હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ પ્રમુખને જે કંઈ પણ ફરીયાદ છે તેની જાણ કરી છે અને કોંગ્રેસ પ્રમુખે ઉકેલની ખાતરી આપવામાં આવી છે. પણ ઠાકોર સેનાનું સતત અપમાન થઈ રહ્યું છે, તો એ સાંખી લેવામા આવશે નહી.