માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા ચર્ચા માં રહે છે, ચૂંટણી ટાઈમ હોય તે અત્યારે ચૂંટણી પ્રચાર માં વ્યસ્ત હોય ત્યારે ગઈકાલે ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હીમાં એક સાથે ત્રણ ઝટકા લાગ્યા છે. જેના કારણે ભાજપની લોકસભા ચૂંટણી પહેલા મુસીબતોમાં વધારો થયો છે. આમ તો ત્રણે બાબતો છેલ્લાં કેટલાય સમયથી ગૂંચવાયેલી હતી પણ આજે ધીમે ધીમે કરતાં કરતાં એક સાથે ત્રણ ઝટકા પ્રધાનમંત્રીની સરકારને લાગ્યા. જે તમામ ઝટકાની વિગતે વાત કરીએ તો.
ઝટકો નંબર 1 – બાયોપિકની રિલીઝ પર સુપ્રીમની બ્રેક પીએમ મોદીની બોયોપિકની રીલિઝ પર ચૂંટણી પંચે બ્રેક લગાવી. આ ફિલ્મ 11 મી એપ્રિલના રોજ રીલિઝ થવાની હતી. જોકે, ફિલ્મની રીલિઝ પર ચૂંટણી પંચે રોક લગાવી.
ગત દિવસે સુપ્રીમ કોર્ટે પીએમ મોદીની બાયોપિક મામલે તુરંત સુનાવણી કરવા ઇનકાર કર્યો હતો. આ પહેલા ફિલ્મની રિલીઝ કરવાની તારીખ બે વખત બદવવામાં આવી છે. ફિલ્મને પાંચમી એપ્રિલે રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. જોકે, બાદમાં આ તારીખ 11 મી એપ્રિલ કરી દેવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે, પીએમ મોદીની બાયોપિકને રિલીઝ થતી અટકાવવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સુપ્રીમ કોર્ટમાં વકીલ અભિષેક મનુ સિંઘવીએ જસ્ટિસ એસએ બોબડેની ખંડપીઠ સમક્ષ આ મામલે તુરંત સુનાવણી કરવાની માગ કરી હતી. જોકે, કોર્ટે આ મામલે સુનાવણી કરવાનું ટાળ્યુ અને વધુ સુનાવણી આગામી દિવસોમાં કરવાના આદેશ આપ્યા હતા.
ઝટકો નંબર 2 – રાફેલમાં ન મળી રાહત
સુપ્રીમ કોર્ટે રફાલ ડીલ મામલે કેન્દ્ર સરકારને મોટો ઝાટકો આપ્યો છે. કોર્ટમાં જે દસ્તાવેજ રાખવામાં આવ્યા તેને માન્ય ગણવામાં આવ્યા. આ સાથે દસ્તાવેજ સામે કેન્દ્ર સરકારના વાંધાને સુપ્રીમે ફગાવ્યો છે. જેથી આ મામલે સુપ્રીમ ફરીવાર સુનાવણી કરવા માટે તૈયાર છે. આ ઉપરાંત કોર્ટે કેન્દ્ર સરકારની તમામ દલીલને પણ ફગાવી. કોર્ટ સંરક્ષણ મંત્રાલયથી લીક થયેલા દસ્તાવેજોની માન્યતાને પણ મંજૂરી આપી. કોર્ટના ચુકાદા મુજબ દસ્તાવેજ કોર્ટમાં સુનાવણીનો હિસ્સો બનશે.
કેન્દ્ર સરકારે કોર્ટમા દસ્તાવેજના આધાર પર રિવ્યુ પિટિશન પર સુનાવણી કરવાનો વિરોધ કર્યો હતો. આ દસ્તાવેજ પ્રિવિલેજ્ડ દસ્તાવેજ છે. જેથી રિવ્યૂ પિટિશન ફગાવવા અપીલ કરવામાં આવી. જ્યારે સરકારની આ દલિલનો વિરોધ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ કર્યો. તેમનું કહેવુ છે કે, સરકારે રફાલ ડીલના દસ્તાવેજને જાહેર કરવા જોઈએ.
ભાજપના પૂર્વ નેતા યશવંત સિંહા, અરૂણ શૌરી અને પ્રશાંત ભૂષણે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કોર્ટમાં સરકારનો પક્ષ રાખતા એટોર્ની જનરલે પ્રશાંત ભૂષણની અરજીને રદ કરવાની માગ કરી હતી. કોર્ટમાં સરકારે જણાવ્યુ હતુ કે, અરજીકર્તાઓ દ્વારા કરવામાં આવેલી અરજીમાં જે દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનાથી સરકારના વિશેષાધિકારનું હનન થઈ રહ્યુ છે. જેથી એટોર્ની જનરલે આ દસ્તાવેજને અરજીમાંથી હટાવવાની માગ કરી હતી.
ઝટકો નંબર 3 – નમો ટીવી મામલે ભાજપની વધી મુશ્કેલી
નમો ટીવી મામલે ભાજપની મુશ્કેલી વધી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચૂંટણી પંચનું માનવુ છે કે, કોઈપણ પ્રકારની રાજકીય જાહેરાત માટે ચૂંટણી પંચની મંજૂરી લેવી જરૂરી છે. ચૂંટણી પંચે નમો ટીવીમાં આપવામાં આવેલી જાહેરાતને રાજકીય ગણાવી છે. નમો ટીવી પર જાહેરાતના તમામ ખર્ચની જાણકારી ભાજપને ચૂંટણી પંચને આપવી પડશે. નમો ટીવી પર જાહેરાત પ્રસારીત કરવામા આવતા કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરી હતી.
મંગળવારે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે જણાવ્યુ હતુ કે, નમો ટીવી મામલે કોઈ અમારૂ સાંભળવા માટે તૈયાર નથી. જેથી આ મામલે કોર્ટમાં અરજી કરવામાં આવશે. કોંગ્રેસનો આરોપ છે કે, નમો ટીવી સમાચાર ચેનલ નથી. અહીં મોદી સરકારની જાહેરાતને પ્રસારીત કરવામાં આવે છે.
જેને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન માનવામા આવે છે. ભાજપ સત્તાના નશામાં ચૂર હોવાથી તેમને કોઈપણ પ્રકારના નિયમની પરવાહ નથી. ત્યારે આ મામલે ચૂંટણી પંચે માહિતી અને સૂચના પ્રસારણ મંત્રાલય પાસે વિસ્તૃત જાણકારી માગી છે.