ભારત સરકારને સુરક્ષા એજન્સીઓની ચેતવણી, ચીન એલઓસી પર પાકિસ્તાન આર્મી માટે બંકર બનાવી રહ્યું છે

ચીન ભારત વિરુદ્ધ રણનીતિ અપનાવવાથી રોકાઈ રહ્યું નથી. ભારતીય સુરક્ષા એજન્સીઓએ સરકારને માહિતી આપી છે કે ચીનની એક મેન્યુફેક્ચરિંગ કંપનીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં તેની ઓફિસ સ્થાપી છે. આ સાથે તે મુઝફ્ફરાબાદ અને અથમુકામને અડીને આવેલા વિસ્તારોમાં થઈ રહેલા કામોને નિયંત્રિત કરી રહ્યું છે.

એજન્સીઓએ જણાવ્યું કે ચીનની કંપની મે મહિનાથી પાકિસ્તાન આર્મી માટે નવા બંકરોનું નવીનીકરણ અને નિર્માણ કરી રહી છે. ચીનની કંપનીઓએ ભૂતકાળમાં પણ પીઓકેમાં બાંધકામ કર્યું છે, પરંતુ એલઓસી પર આ પ્રકારનો પ્રોજેક્ટ પ્રથમ વખત હાથ ધરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તાર PoKની નીલમ ઘાટીને અડીને આવેલા કેલ સેક્ટરમાં પાકિસ્તાન આર્મી 32 ડિવિઝન હેઠળ આવે છે.

બેઇજિંગે અગાઉ રાજસ્થાનના બિકાનેરની સામે પાકિસ્તાનની ધરતી પર પોતાના સૈનિકો અને મશીનો મોકલ્યા હતા. અહીં એક ફોરવર્ડ એરબેઝ અપગ્રેડ કરવામાં આવ્યું હતું અને 350 થી વધુ પથ્થરના બંકરો અને સરહદ ચોકીઓનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.

આપને જણાવી દઈએ કે પાકિસ્તાનનો નજીકનો સાથી ચીન આ પહેલા પણ ઘણી વખત અવાજ ઉઠાવી ચુક્યું છે. ભારત આવતા વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં જી-20 નેતાઓની બેઠક યોજવાની યોજના ધરાવે છે. પાકિસ્તાનની સાથે ચીને પણ ભારતના આ પગલા સામે વાંધો ઉઠાવ્યો હતો. ડ્રેગને તેના નજીકના સાથી પાકિસ્તાનના અવાજનો પડઘો પાડતા કહ્યું કે સંબંધિત પક્ષોએ આ મુદ્દાનું રાજનીતિકરણ કરવાથી દૂર રહેવું જોઈએ.

જમ્મુ અને કાશ્મીર 2023માં જી-20 બેઠકોની યજમાની કરશે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ આ પ્રભાવશાળી જૂથમાં સામેલ છે. જમ્મુ અને કાશ્મીર પ્રશાસને સમગ્ર સંકલન માટે પાંચ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવ્યા બાદ અહીં પ્રસ્તાવિત આ પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય બેઠક હશે. પાકિસ્તાને આનો વિરોધ કર્યો છે. પાકિસ્તાનનું કહેવું છે કે, “પાકિસ્તાન ભારતના આવા કોઈપણ પ્રયાસને સંપૂર્ણપણે નકારી કાઢે છે.”

Scroll to Top