લો બોલો…સ્કુલે મોડા પહોંચ્યા તો શિક્ષકે સાફ કરાવ્યું Toilet, વીડિયો વાયરલ થતા મચી બબાલ

 

કર્ણાટકના ગદગ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાગવી શાળામાં શાળાના વિદ્યાર્થીઓ શૌચાલયની સફાઈ કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો કથિત રીતે એક રસોઈયાએ શેર કર્યો હતો. 12 જુલાઈના રોજ વિજયાલક્ષ્મી ચાલવાડી તરીકે રસોઈયા દ્વારા વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો. ઘટના ગડગના નાગવીમાં આવેલી સરકારી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાની છે. ગડગમાં શિક્ષણ વિભાગે શાળાના શૌચાલયની સફાઈ કરતા વર્ગ 6 અને 7ના વિદ્યાર્થીઓની તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ તપાસનો આદેશ આપ્યો છે.

સજા તરીકે શિક્ષકે શૌચાલય સાફ કરાવ્યું

વિદ્યાર્થીઓના માતા-પિતાનો આરોપ છે કે શાળા પ્રશાસને સમયસર ન આવવાની સજા તરીકે શૌચાલય સાફ કરવાનું કહ્યું હતું. શિક્ષણ વિભાગે કહ્યું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. TOI અખબારના અહેવાલ મુજબ, રસોઈયા વિજયલક્ષ્મીએ કહ્યું, ‘જ્યારે હું શાળામાં હતી, ત્યારે વિદ્યાર્થીઓ શૌચાલય સાફ કરવા માટે ડોલ અને સાવરણી માટે મારી પાસે આવતા હતા. વિદ્યાર્થીઓએ મને કહ્યું કે શિક્ષકોએ તેમને આમ કરવાનું કહ્યું હતું. મને લાગ્યું કે આ સાચું નથી. અને આમ આ ઘટના મેં મારા મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી વોટ્સએપ પર શેર કરી.

વીડિયો વાયરલ થતાં રસોઈયાએ વીડિયો શેર કરવા બદલ વરિષ્ઠ અધિકારીઓના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. આ વીડિયો જોયા બાદ લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. એક યુઝરે લખ્યું, ‘ખૂબ જ દુઃખદ અને નિંદનીય કાર્યવાહી. ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ. તમને જણાવી દઈએ કે આ એક સરકારી શાળા છે, જ્યાં આ ચોંકાવનારી ઘટના બની હતી.

Scroll to Top