ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતા જ ખેડૂતોના દેવા માફ કરાશે : રાહુલ ગાંધી

ગુજરાતમાં વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે આજે મતદાન ચાલી રહ્યું છે. તેવા સમયે બીજા તબક્કાની ૯૩ બેઠકોના પ્રચાર માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. તેમણે હારીજમાં રેલીને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતા જ ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. ખેડૂતોને ૨૪ કલાક વીજળી આપવામાં આવશે. મોદી સરકાર ૩૭૦૦ કરોડ રૂપિયા તો માત્ર પબ્લીસીટીમાં ખર્ચે છે. પણ ખેડૂતોના દેવા માફ કરવા માટે નાણા નથી.

મોદી સરકાર ઉદ્યોગપતિઓનું દેવું માફ કરે છે. પરંતુ ખેડૂતોની દેવું તેમની માટે બોજ છે. તેથી જ અમે મેનીફેસ્ટોમાં લખી દીધું છે કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનતા જ ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે તેમજ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની યોજના પણ લાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,Gujarat વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કામાં ૧૮૨ વિધાનસભામાંથી ૧૯ જીલ્લાની ૮૯ બેઠકો માટે ૯ ડિસેમ્બરના રોજ આજે મતદાન શરુ થયું છે. જેમાં સવારે ૮ વાગેથી ૧૨.૩૦ સુધી સાડા ચાર કલાકમાં સરેરાશ ૩૮ ટકા જેટલું મતદાન નોંધાયું છે. પ્રથમ તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા,પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જીલ્લાની ૮૯ બેઠકોનો સમાવેશ થાય છે. જો કે આજે સવારે ૮ વાગે મતદાન ધીમી ગતિએ શરુ થયું છે. તેમજ ચુંટણી પંચના જણાવ્યા અનુસાર પાંચ જીલ્લામાં EVM માં ખામી સર્જાઈ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top