એસિડિટી ની સમસ્યા ગણા લોકો ને હોય છે, તેના થી લોકો ખૂબ પરેશાન થાય છે અત્યારે ઉનાળાના સમયમાં તળેલો કે મસાલાથી ભરપુર ખોરાક લેવામાં આવે ત્યારે છાતિમાં બળતરા થાય છે જે એસિડિટીના કારણે થાય છે. એસિડિટી થવાથી ખાટા ઓડકાર આવે છે, ઉલટી થાય છે અને માથું પણ ભયંકર રીતે દુખવા લાગે છે. આ ઉપરાંત એસિડિટીના કારણે અન્ય સમસ્યાઓ પણ થાય છે.શરીરમાં જ્યારે એવો ખોરાક જાય છે જે સરળતાથી પચે નહીં કે પછી વધારે પડતા ખાટા કે મસાલાવાળા ખોરાક ખવાય છે ત્યારે આ સમસ્યા થાય છે. જે લોકોને વધારે પ્રમાણમાં એસિડિટી થતી હોય તેમણે દિવસભર લેવાતા આહારમાંથી આ વસ્તુઓની બાદબાકી કરવી જોઈએ.
કારણ કે આ વસ્તુઓ એસિડિટી થવાનું મુખ્ય કારણ બની શકે છે.આ વસ્તુ ઓ તમારે ખાવાની બંધ કરવી પડશે જેનાથી તમને સારો એવો ફાયદો મળશે તો આવો જણાવીયે પહેલા તો.
ચોકલેટ
ચોકલેટ તો નાના મોટા સૌ કોઈને પ્રિય હોય છે. પરંતુ વધારે પડતી ચોકલેટ પેટ માટે નુકસાનકારક છે. તેમાં કેફિન અને થિયોબ્રોમાઈન જેવા પદાર્થ હોય છે જે એસિડનું કારણ બને છે. તેમાં વધારે પ્રમાણમાં ફેટ અને કોકો હોય છે. એટલા માટે જ ચોકલેટ મર્યાદિત માત્રામાં જ ખાવી.
સોડા
પેટમાં એસિડ ઉત્પન્ન કરવામાં સોડા અને અન્ય કાર્બોનેટેડ ડ્રિંક્સ જવાબદાર છે. આવા પીણા પેટમાં ફેલાય છે અને તેના કારણે બળતરા વધે છે. સોડામાં કેફીન પણ હોય છે જે એસિડને વધારવાનું કામ કરે છે.
આલ્કોહોલ
બીયર અને વાઈન જેવા માદક પીણાથી ગેસ્ટ્રિક એસિડ વધે છે અને તેનાથી શરીર ડિહાઈડ્રેટ થાય છે. આલ્કોહોલ પીતા લોકોએ તેમાં સોડાનો ઉપયોગ ન કરવો જોઈએ.
કૈફીન
એક દિવસમાં એક કપ કોફી કે ચા પીવી યોગ્ય છે પરંતુ તેનાથી વધારે પ્રમાણમાં જો શરીરમાં કેફીન જાય તો એસિડિટી થઈ શકે છે. આ પીણાં સૌથી વધારે કેફીન હોય છે. તેમાં પણ ખાલી પેટ ચા કે કોફી પીવા જોઈએ નહીં.
મસાલેદાર ભોજન
નિયમિત રીતે તેલ મસાલાથી ભરપુર ખોરાક ખાવો હિતાવહ નથી. લીલી મરચાં, ગરમ મસાલો, કાળા મરી વગેરેમાં એસિડિક તત્વો હોય છે. આ વસ્તુઓ શરીરમાં જવાથી એસિડ વધારે પ્રમાણમાં બને છે.
ફેટી ફૂડ
ફેટી ફૂડ વધારે પ્રમાણમાં અમ્લીય હોય છે અને તે પેટમાં લાંબા સમય સુધી રહે છે. આવા ખોરાક ખાવાથી એસિડિટી થવાની સંભાવના વધી જાય છે. આવા ખોરાકને પચવામાં પણ સમય લાગે છે. તેથી આવા ખોરાકથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહેવું.
ખાટા ફળ
ફળ સ્વાસ્થ માટે લાભકારી જ હોય છે પરંતુ જો તમને એસિડિટીની સમસ્યા થતી હોય તો ખાટા ફળથી દૂર રહેવું. જેમકે સંતરા, લીંબુ, ટામેટા, જાંબુ જેવા ફળ વધારે પ્રમાણમાં ન ખાવા.
મિત્રો એસિડિટી થી બચવા માટે તમે આ વસ્તુ નું સેવન ન કરતા અને એસિડિટી જો તમને રોજ થતી હોય તો તમે ઠંડુ દૂધ માં સાકર ઉમેરી ને પીવાથી તમને રાહત થશે,અને સાથે સાથે થોડા પૌવા પણ આરોગવા કોરા પૌવા તેના થી તમને રાહત થશે.