મિત્રો આજે અમે તમારી સમક્ષ નવી માહિતી લઈ ને આવ્યા છે તમારી અને મારી સૌની ફેવરિટ દાબેલી ગુજરાત ના કોઈ પણ સ્ટ્રીટ ફૂડ જંકશન પર કે ગુજરાત માં કોઈ પણ સ્ટ્રીટ ફૂડ ત્યાં તમને ક્યાંક ને ક્યાંક દાબેલી તો જોવા મળશે નાના હોય કે મોટા સૌને ખૂબ ભાવે છે અને ગુજરાત માં ખૂબ જ સારું વેચાણ છે દાબેલી નું ગુજરાત ના આણંદ માં તો મસ્તાના દાબેલી નું વાર્ષિક ટન ઓવર 1 કરોડ રૂપિયા નું છે આવી જ રીતે કચ્છ ની પણ દાબેલી બોવ જ ફેમસ છે દાબેલી ગુજરાતની સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. જેને તમે સવારના નાસ્તામાં કે બાળકોના ટિફીનમાં આપી શકો છો કે પછી કોઇ સ્પેશ્યિલ દિવસે બનાવીને દરેક લોકોને ખુશ કરી શકો છો. તેનો મીઠો અને તીખો અને નમકીન સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ દાબેલી.
સામગ્રી
- 10 નંગ – પાઉં
- 2 ચમચી – માખણ
- 1/2 કપ – મીઠી ચટણી
- 1/2 કપ – લાલ કે લીલી ચટણી
- 1/2 કપ – ઝીણી સમારેલી કોથમીર
- 1/2 કપ – દાડમના દાણા
- 1/2 કપ – ઝીણી સેવ
મસાલા માટે
- 2 ચમચી – ધાણા
- 2 નંગ – લવિંગ
- 5 નંગ – કાળામરી
- 1 નંગ – લાલ મરચું
- 1 ચમચી – જીરૂ
સ્ટફિંગ માટે
- 4 નંગ – બટેટા (બાફેલા)
- 1 નંગ – સમારેલું ટામેટું
- 1/2 બાઉલ – મસાલા સિંગ
- 1 નંગ – સમારેલી ડુંગળી
- 1 નંગ – લીલુ મરચુ સમારેલુ
- 1 ચપટી – હીંગ
- 1/4 ચમચી – હળદર
- 1 ચમચી – ખાંડ
- 2 ચમચી – તેલ
- 1 ચમચી – લીંબુનો રસ
- સ્વાદાનુસાર – મીઠું
બનાવવાની રીત
સૌ પ્રથમ બાફેલા બટેટાને છોલીને મેશ કી લો. હવે એક તવો ગરમ કરી તેમા ધણા, જીરૂ, લવિંગ અને કાળામરી ઉમેરીને આછા બ્રાઉન રંગના શેકી લો. તે ઠંડુ થાય એટલે તેને અને લાલ મરચાને બારીક પીસી લો. કઢાઇમાં તેલ ગરમ કરો. તેમા હીંગ અને જીરૂ ઉમેરીન આછા બ્રાઉન થવા દો તે બાદ તેમા લીલા મરચા, ડુંગળી, ઉમેરો હવે તેમા ટામેટા ઉમેરો. તેલ છુટુ પડે એટલે તેમા બટેટા, હળદર, મીઠુ, અને દાબેલી મસાલો ઉમેરીને 5 મિનિટ સુધી હલાવી લો. હવે પાઉં તેને વચ્ચેથી કટ કરીને ગરમ તવા પર થોડૂક માખણ ઉમેરીને શેકી લો. હવે પાવની બન્ને તરફ લીલી, લાલ અને મીઠી ચટણી લગાવો. તે બાદ એક ચમચી બટેટાનું સ્ટફિંગ મૂકો.
હવે ઉપરથી સેવસ કોથમીર, મસાલા સિંગ, દાડમના દાણા ઉમેરીને દાબેલીને બંધ કરી લો. તૈયાર છે ગરમા ગરમ સ્વાદિષ્ટ દાબેલી.