આ વર્ષે સાઉથ સિનેમાની ફિલ્મ પુષ્પાઃ ધ રાઈઝ ઘણી ચર્ચામાં રહી હતી. આ ફિલ્મ ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થઈ હતી. જેને થિયેટર્સમાં ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. પુષ્પા ફિલ્મમાં સુપરસ્ટાર અભિનેતા અલ્લુ અર્જુન અને રશ્મિકા મંધાના સહિત ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં તમામ કલાકારોની એક્ટિંગ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. તેમાંથી એક અભિનેત્રી કલ્પલતા હતી. કલ્પલતાએ ફિલ્મમાં અલ્લુ અર્જુન એટલે કે પુષ્પાની માતાની ભૂમિકા ભજવી હતી. જેની ખૂબ ચર્ચા થઈ હતી.
પુષ્પા ફિલ્મમાં કલ્પલતાએ એક દુઃખી વિધવા માતાની ભૂમિકા ભજવી હતી. જે આ ફિલ્મમાં ખૂબ જ સામાન્ય મહિલા તરીકે જોવા મળી હતી. પરંતુ રિયલ લાઈફમાં કલ્પલતા એકદમ ગ્લેમરસ છે. કલ્પલતા સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ અભિનેત્રીઓમાંની એક છે. તે પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે અવારનવાર ખાસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. કલ્પલતા હંમેશા પોતાની સુંદર અને ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
કલ્પલતા વાસ્તવિક જીવનમાં 42 વર્ષની છે, પરંતુ સુંદરતામાં તે ઘણી અભિનેત્રીઓને માત આપે છે. કલ્પલથા દક્ષિણ સિનેમાની પીઢ અને પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. તે લાંબા સમયથી સિનેમામાં અભિનય કરી રહી છે. કલ્પલતાએ ઘણી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. તે પરિણીત છે, અને બે બાળકોની માતા છે. પુષ્પા ઉપરાંત, કલ્પલથાએ અર્જુન રેડ્ડી, પેપર બોય, યાત્રા, હિટ, ધ વોરિયર અને આરઆરઆર સહિતની ઘણી હિટ ફિલ્મોમાં તેની અભિનય કુશળતા બતાવી છે.