આ મહિલાએ પતિ સાથે છૂટાછેડા લઇ પુત્ર સાથે લગ્ન કર્યા, હવે પુત્રના બાળકની માતા બની

એક મહિલાએ તેના પતિને છૂટાછેડા આપી તેના સાવકા પુત્ર સાથે લગ્ન કર્યા હતા. હવે તે બીજી વખત તેના બાળકની માતા બનવા જઈ રહી છે. આ 37 વર્ષીય મહિલાનું નામ મરિના બાલમાશેવા છે. મરિના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે અને રશિયાની છે.

તેણીએ બે વર્ષ પહેલા 23 વર્ષીય સાવકા પુત્ર વ્લાદિમીર શાવરિન સાથે લગ્ન કર્યા હતા. મરિનાના આ લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. પતિ એલેક્સી શેવિરિનથી છૂટાછેડા પછી, મરિનાને સાવકા પુત્ર વ્લાદિમીર સાથે પ્રેમ થયો અને પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.

‘ધ મિરર’ના અહેવાલ મુજબ, મરિના અને વ્લાદિમીરની પહેલી મુલાકાત ત્યારે થઈ જ્યારે વ્લાદિમીર માત્ર 7 વર્ષનો હતો. ખરેખર, મરીનાએ વર્ષ 2007માં એલેક્સી (47) સાથે લગ્ન કર્યા અને ત્યારથી વ્લાદિમીર તેની સાથે રહેતો હતો. લગ્નના 10 વર્ષ પછી, મરિનાએ એલેક્સીને છૂટાછેડા લીધા અને પછી 3 વર્ષ પછી તેના સાવકા પુત્ર વ્લાદિમીર સાથે લગ્ન કર્યા.

લગ્ન સમયે મરિનાનું વજન અગાઉ ખૂબ જ વધી ગયું હતું. આવી સ્થિતિમાં મરિનાએ પોતાનું વજન ઘટાડવા અને આકર્ષક દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. આટલું જ નહીં તેણે પોતાનું વજન પણ ઘણું ઓછું કર્યું. ઈન્સ્ટાગ્રામ પર તેણે પોતાની વેઈટ લોસ જર્ની વિશે જણાવ્યું છે.

મરિના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય છે. અહીં તેના 6 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના પતિ સાથેની તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રેગ્નન્સી વિશે એક પોસ્ટ કરી હતી.

Scroll to Top