સુરતનો સુપર હીરો-સુરતની આગ ની ઘટનામાં આ અસલી ‘હીરો’ એ પોતાનો જીવ જોખમમાં મૂકી બચાવ્યા બાળકો ના જીવ

આ દુનિયામાં તમને દરેક સમયે બચાવવા ભગવાન નથી આવતા, પણ હા ભગવાન ના દૂત જેવા માણસો અચૂક આવે છે, આવુજ એક જોવા મળ્યુ આજે સુરતમાં..

સુરતના એક કોમ્પ્લેક્સ માં આગ લાગી હતી જેમાં 20 થી વધુ બાળકો ના મોત ના સમાચાર અત્યાર સુધી આવી રહ્યા છે ત્યારે એક યુવાન પોતાના જીવ ના જોખમે લોકોને બચાવવા ઝઝુમી રહ્યો છે, જાણો એ વિશે.

સુરતમાં જકાતનાકા વિસ્તાર માં તક્ષશિલા બિલ્ડીંગ માં ચોથા માળ પર કલાસીસ માં ભયાનક આગ લાગી હતી એ અંગે જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 10 જેટલી ફાયરની ટીમો અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.જો કે આ આગ ની ઘટના માં 18 થી વધારે બાળકો ના મૃત્યુ થયા ના સમાચાર સૂત્રો દ્વારા મળી રહ્યા છે.

આ ભીષણ આગ લગતા આસપાસના અન્ય ફાયર સ્ટેશનના ટેન્કર સહિતની ગાડીઓને બોલાવી લેવામાં આવી છે. પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો. આગ પર કાબુ મેળવવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી આવી રહી છે.

આ સમગ્ર ઘટના વિષે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે ઉપરના માળે કલાસીસ ચાલતા હતા આ ભીષણ આગમાં પોતાનો જીવ બચાવવા કેટલાક વિધાર્થીઓએ ઉપરથી છલાંગ લગાવી હતી પણ અમુકના જીવ ગયા છે અને ઘાયલ વિધાર્થીઓને નજીકની હોસ્પિટલ સ્મીમેરમાં દાખલ કરવામાં આવ્યા છે.

સ્થાનિક લોકોએ જણાવી રહ્યા છે કે ફાયરબ્રિગેડને આગ લાગ્યા અંગે જણાવવામાં આવ્યું હતું તેમ છતાં ફાયર બ્રિગેડ ઘણા સમય બાદ આવ્યું હતું. જેથી જાન હાની વધી છે. પુરતા સાધનો ન હોવાના કારણે આગ પર કાબુ મેળવવામાં સફળતા નથી મળી રહી.તમને જણાવી દઈએ કે બીજા માળે આવેલા ક્લાસીસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવવામાં આવી રહ્યું છે. એ આગ લાગ્યા બાદ આગ થોડી જ ક્ષણોમાં પ્રચંડ બની ગઈ હતી. જેથી ડરના માર્યા બાળકોમાં નાસભાગ મચી ગઈ હતી અને આગ થોડી જ વારમાં બધે ફેલાઈ ગઈ હતી.

ફસાયેલા બાળકોના માતા-પિતા ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. પણ ઘટના સ્થળે પહોંચેલા માતા પિતાએ પોતાનું સંતાન અંદર આગમાં ફસાયું હોવાથી ભારે આક્રંદ કર્યું હતું. આગના પગલે 108 ની એમ્બ્યુલન્સ મારફતે પાંચ વિધાર્થીઓ ને પીપી સવાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેમાંથી એક યુવતીને માથામાં ગંભીર ઈજા હોવાથી સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ચાર છોકરીઓ દાઝી ગઈ હોવાથી ત્યાં જ સારવાર આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે સ્પાર્કલ હોસ્પિટલમાં બેનાં મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

તક્ષશિલા બિલ્ડીંગ માં આગ લાગવા સમયે એક યુવાન એ પોતાનો જીવ જોખમ માં મૂકીને બે વિદ્યાર્થીઓ ના જીવ બચાવ્યા હતા. આવા ભયાનક સમય માં પોતાની સૂઝબૂજ ગુમાવ્યા વગર આ વ્યક્તિએ કરેલા કાર્ય ના લીધે અસલી હીરો બન્યો હતો. સુરત ના આ અસલી હીરોએ પોતાનો જીવ જોખમ માં મૂકીને બીજા માળેથી આગ થી બચવા કુદતા બાળકો ને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો.

આ યુવાન જેને જીવ જોખમ માં મૂકી ને પણ બાળકો ના જીવ બચાવવા પ્રયાસ કરનાર યુવાન નું નામ કેતન નારણભાઇ જોરવાડિયા છે અને આ યુવાને બે લોકોના જીવ પણ બચાવ્યા અને પોતાના જીવ ને જોખમ માં મૂકી બાળકો ને બચાવવા પ્રયાસો કર્યા હતા. સુરતના અસલી હીરો કેતને જણાવ્યું કે, આગ લાગવાની ઘટના સમયે મે જોયુ કે બાળકો બચવા કૂદકો લગાવી રહ્યા છે તો મે બીજા માળે જઈ તેમને બચાવવાની કોશિસ કરી. બે બાળકોને ઉપરથી ઉતારવામાં સફળ રહ્યો.

ઉલ્લેખનીય છે કે, આગની આ ઘટનામાં 13 થી વધુ વિદ્યાર્થીઓ આગમાં બળીને ખાખ થયા હતા. જ્યારે પોતાનો જીવ બચાવવા માટે રીત સરના ચોથા માળેથી નીચે કૂદકા માર્યા હતા.એમાંથી 4 વિદ્યાર્થીઓના મોત થયા છે. આમ કુલ મૃત્યુઆંક 20 પહોંચી ગયો છે. પોતાના વ્હાલસોયા બાળકોના મોતના પગલે વાલીઓમાં શોકની લાગણી ફેલાઇ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્કૂય ઓપરેશન હાથધરાયું હતું. ઇજાગ્રસ્ત બાળકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આવા હીરો ને અમે સલામ કરીયે છે. અને આજે આ ઘટના માં મૃત્યુ પામેલ બાળકોને શ્રદ્ધાંજલિ અર્પીએ છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top