ભારતીય-અમેરિકન મહિલાઓ પર વંશીય દુર્વ્યવહાર અને હુમલો કરવા બદલ મહિલાની ધરપકડ

યુએસએના ટેક્સાસમાં ચાર ભારતીય-અમેરિકન મહિલાઓના જૂથ પર હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર થયા બાદ પોલીસે આ કેસમાં એક મહિલાની ધરપકડ કરી છે. વીડિયોમાં, આરોપી મહિલા કથિત રીતે ભારતીય-અમેરિકન મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરતી જોવા મળે છે અને તેમને ભારત પાછા જવા માટે કહે છે. આ ઘટના બુધવારે રાત્રે ટેક્સાસના ડલ્લાસમાં પાર્કિંગમાં બની હતી. વીડિયોમાં આરોપી મહિલા મેક્સિકન-અમેરિકન તરીકે દેખાઈ રહી છે અને ભારતીય-અમેરિકન મહિલાઓના સમૂહ પર હુમલો કરતી જોવા મળી રહી છે.

વીડિયોમાં મહિલા ‘આઈ હેટ યુ ઈન્ડિયન. આ તમામ ભારતીયો અમેરિકા એટલા માટે આવે છે કારણ કે તેઓ વધુ સારું જીવન ઈચ્છે છે. મેક્સીકન-અમેરિકન મહિલાની ઓળખ પ્લાનોની એસ્મેરાલ્ડા અપટન તરીકે થઈ છે. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરનાર એક વ્યક્તિએ લખ્યું, ‘આ ઘટના મારી માતા અને તેના ત્રણ મિત્રો સાથે ડલાસ, ટેક્સાસમાં બની હતી.’

‘હું જ્યાં પણ જાઉં ત્યાં તમે ભારતીયો બધે જ જોવા મળે છે’
વીડિયો શેર કરનાર વ્યક્તિની માતા વીડિયોમાં મેક્સિકન-અમેરિકન મહિલાનો વિરોધ કરતી અને તેને વંશીય અપશબ્દોનો ઉપયોગ ન કરવાની વિનંતી કરતી જોઈ શકાય છે. વીડિયોમાં આરોપી મહિલા કહેતી પણ જોવા મળી રહી છે કે, ‘હું જ્યાં પણ જાઉં… તમે ભારતીયો દરેક જગ્યાએ જોવા મળે છે. જો ભારતમાં જીવન શ્રેષ્ઠ છે તો તમે અહીં કેમ છો.’ આ પછી તે અપશબ્દોનો ઉપયોગ કરીને બૂમો પાડે છે અને ભારતીય મહિલાઓ પર હુમલો કરવાનું શરૂ કરે છે.

‘મહિલા વિરુદ્ધ વંશીય અપરાધનો કેસ ચાલવો જોઈએ’
પ્લાનો પોલીસ અધિકારીઓએ ગુરૂવારે બપોરે આરોપી મહિલા એસ્મેરાલ્ડા અપટનની ધરપકડ કરી હતી. તેના પર હુમલો કરવા, શારીરિક ઈજા પહોંચાડવા અને આતંકી ધમકીઓ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઘટનાની નિંદા કરતા, ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલા રીમા રસુલે ટ્વીટ કર્યું, ‘આ ખૂબ જ ડરામણું છે. તેની પાસે વાસ્તવમાં બંદૂક હતી અને તે ગોળી મારવા માંગતી હતી…આ મહિલા પર વંશીય ગુનાનો કેસ થવો જોઈએ.’

Scroll to Top