સાસરે જતી હરેક કન્યા આ ચાર કામ કરી લેશે તો જીંદગી સુખી થઈ જશે!

જે ઘરમાં બે દાયકા જેટલો સમય કાઢ્યો હોય એને સાવ અચાનક છોડીને પારકા ઘરમાં ગોઠવાવું એક કન્યા માટે કેટલું મુશ્કેલ હોય છે! જો કે, આપણી સમાજ વ્યવસ્થા દિકરીઓના આવા બલિદાનને લીધે જ વહેવારું બની અને ટકી રહી છે. સાસરે જતા પહેલાં યુવતીનો સમય મુંઝવણ, ભય અને બેચેનીમાં પસાર થતો હોય છે. નવા ઘરમાં કેમ સુમેળ સાધવો, કેમ સાસરીયાની જીવનશૈલી અનુરૂપ પોતાના જીવનને ઢાળવું જેવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે.

આજે અહીં નવવધૂઓની આ મુંઝવણને લઈને જ ટોપિક બનાવ્યો છે. કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી આપી છે. અમુક એવા કાર્ય, જે કન્યા પોતાની સાસરવેલમાં જતા કરી લે તો એને જીવનભર સુખ મળવાનો ચાન્સ છે. કેવાં કામ? જાણી લો નીચે :

સુમેળ સાંધવો

બધાં સાથે હળીમળીને રહેતા શીખી જાઓ. એવું ના બને કે, લોકો તમારા શરમાળ સ્વભાવને તમારો ઘનંડ ધારી બેસે! શરૂઆતમાં થોડું કઠણ જરૂર પડશે પણ એનો સબંધના સુમેળનો ફાયદો પછી હંમેશ માટે રહેશે. લોકોની વાતો સાંભળો. એમને પ્રશ્ન કરો. અમુક હદ સુધી સાસરીયાના એકદમ પોતીકા ગણાતા લોકોની જીંદગીમાં પણ રસ લો. લગ્ન તરતના જ પૂર્ણ થયેલાં હશે એટલે ઘણાં સગાં હજુ રોકાયાં જ હશે. એમની સાથે પણ સુમેળ સાંધીને વાત કરો.

કામ ચોરી ના જ કરો

સાસુની એક ઊંડી ઇચ્છા તો હોય જ કે, હાશ! હવે દિકરાની વહુ આવી. હવે મને આરામ મળશે. પછી તો એના નસીબ! પણ હવે સસરાનું ઘર એ તમારું જ છે એમ માની નાના-મોટા કામોમાં રસ લેવાનું શરૂ કરી દો. હોશ વધારો. બેઠાડું જીંદગી કોઈને પોસાવાની નથી – એની કદી આશા પણ રાખવાની નહી. દરેક ફિલ્ડમાં વેલ્યૂ કામની જ છે એ કદી ના ભુલશો. ઘરકામમાં આનાકાની ના કરો. વખત જશે એટલે તમને બીજાં સામેથી મદદ કરવા આવશે અથવા તમે એને એમ કરવાનું કહી પણ શકશો. કામા પૂત વ્હાલા લાગે!

નિંદા ન કરો કોઈની રે!

મોટું કુટુંબ હોય એટલે કૂથલીનું પ્રમાણ પણ હોવાનું જ. અમુક લોકો એવાં મળશે જે બીજાની સતત કાપવાની કરવામાંથી નવરા નથી થતાં. એમની વાતોમાં ના આવશો. કોઈની નિંદા કરવી નકામી છે. મોટું કુટુંબ હોય તો એની અખંડિતતા થોડુંઘણું સહન કરીને પણ જાળવી રાખજો. ચૂલા નોખા મંડાયા બાદ આજે ઘણા હાકેમો પણ ભૂખ જ ભરડે છે એના ભુલતા!

બધાને સન્માન આપો

સાસરીયામાં સૌના પ્રિય જવાનો આ સૌથી બેસ્ટ ઉપાય છે. હરેક વ્યક્તિને માન આપો. દરેકનું સન્માન કરતા શીખો. તમે જો લોકો સાથે સારો વે’વાર રાખશો તો તમને પણ એવું જ સામે મળશે.

સાસુનો ખ્યાલ વિશેષ રાખો

સાસરીયામાં આવ્યાં બાદ સાસુને માતા જ માનજો. જમીની હક્કીકત જાણી લેજો કે, બધી સાસુઓ ટીવી સિરીયલોમાં બતાવવામાં આવતી હોય છે તેવી નથી હોતી! એણે આખરે એના દિકરા માટે વહુ લાવી છે, નહી કે દુશ્મન! સિરીયલોએ ટીઆરપી વધારવાને જે મોનોપોલી ભારતની ગૃહિણીઓના મનમાં વધતેઓછે અંશે ઠોકી દીધી છે એ માત્ર મનોરંજન પૂરતી જ સિમિત રાખો. ઘરમાં ‘મેરા બદલા’ના પ્લાન ના બનાવશો. ઘાણ નીકળી જશે!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top