મેચ હારી ગયા પણ હોંગકોંગના કિંચિત શાહે જીતી લીધું દિલ, સ્ટેડિયમમાં ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ

એશિયા કપ 2022માં ભારતીય ટીમે તેની બીજી મેચ પણ જીતી લીધી છે. બુધવારે દુબઈ સ્ટેડિયમમાં હોંગકોંગ સામે મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટની આ બીજી મેચ 40 રનના માર્જીનથી જીતી લીધી હતી. આ હાર પછી હોંગકોંગના એક ખેલાડીએ એવું કામ કર્યું જેને જોઈને બધા ખુશ થઈ ગયા હતા.

હોંગકોંગ તરફથી રમતા ભારતીય મૂળના કિંચિત શાહે મેચ હાર્યા બાદ સ્ટેડિયમમાં બેઠેલી પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. આ ઘટના જોઈને ત્યાં હાજર તમામ લોકો ન માત્ર આશ્ચર્યચકિત થયા પરંતુ તેઓ ખુશ પણ થયા.

કિંચિતે આ રીતે પ્રપોઝ કર્યું

કિંચિત શાહનો જન્મ મુંબઈમાં થયો હતો. તેના પિતા પણ ક્રિકેટ રમતા હતા. જ્યારે તે ત્રણ મહિનાનો હતો ત્યારે તેના પિતા પરિવાર સાથે હોંગકોંગ ગયા હતા. પિતાને ક્રિકેટ રમતા જોઈને, 10 વર્ષની ઉંમરે તેમણે પણ લેધર બોલ ક્રિકેટમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું.

કોહલીએ 6 મહિના પછી ફિફ્ટી ફટકારી

બેટિંગનું આમંત્રણ મળતાં ભારતે બે વિકેટે 192 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. સૂર્યકુમાર યાદવની 26 બોલમાં 68 રનની આક્રમક ઈનિંગ અને વિરાટ કોહલી (અણનમ 59)એ અડધી સદી ફટકારી હતી. કોહલીએ લાંબા સમય બાદ અડધી સદી ફટકારી હતી. આ પહેલા તેણે 18 ફેબ્રુઆરીએ કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામે 52 રન બનાવ્યા હતા.

193 રનના ટાર્ગેટના જવાબમાં હોંગકોંગની ટીમ આખી ઓવર રમી હતી, પરંતુ પાંચ વિકેટના નુકસાને 152 રન જ બનાવી શકી હતી. આ રીતે ભારતીય ટીમે આ મેચ 40 રનના માર્જીનથી જીતી લીધી હતી. મેચમાં બાબર હયાતે 41 અને કિંચિત શાહે 30 રન બનાવ્યા હતા, પરંતુ ટીમને જીત અપાવી શક્યા ન હતા.

Scroll to Top