હેર ડ્રાયર સામાન્ય રીતે ઘરે અને સલુન્સમાં દરરોજ ઉપયોગમાં લેવાય છે. લોકો વાળ સુકાવવા માટે તેનો ઉપયોગ કરે છે, પરંતુ આ હેર ડ્રાયરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને દરેક વ્યક્તિએ સાવચેત રહેવાની જરૂર છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક હેર ડ્રાયર જીવલેણ સાબિત થઈ રહ્યું છે અને તેના કારણે એક વાળંદની દુકાનમાં આગ લાગી ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વાળને યોગ્ય આકારમાં લાવવા માટે વાળંદ ગ્રાહક પર હેર ડ્રાયરનો ઉપયોગ કરે છે, પરંતુ તે જ સમયે તેમાં વિસ્ફોટ થાય છે અને પછી માત્ર આગ અને ધુમાડો દેખાય છે.
વાળંદ સૌપ્રથમ હેર ડ્રાયરને ઈલેક્ટ્રીકલ બોર્ડ સાથે જોડે છે અને તેને ચાલુ કરતાની સાથે જ તે આગથી વિસ્ફોટ થાય છે. ભીષણ આગને કારણે થોડી જ સેકન્ડોમાં બધું જ બળીને ખાખ થઈ જાય છે. બ્લાસ્ટ બાદ કેટલાક લોકોની ચીસોનો અવાજ સંભળાય છે.
Hair dryer bbq pic.twitter.com/i6XKbhOdGf
— D4VEH (@d4_veh) September 6, 2022
આ ચોંકાવનારો વીડિયો જોઈને લોકો સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે તેઓ ફરી ક્યારેય હેર ડ્રાયરનો ઉપયોગ કરશે નહીં. આ ભયાનક વીડિયો કયા શહેરનો છે અને ઘટના બાદ વાળંદ અને ગ્રાહકની કેવી સ્થિતિ છે? આ ખબર નથી.
વીડિયો જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે કોઈપણ ઈલેક્ટ્રોનિક વસ્તુનો ઉપયોગ કરતા પહેલા તેની વાયરિંગ ચેક કરી લેવી જોઈએ. આજ સુધી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોની સત્યતાની પુષ્ટિ થઈ નથી.