પાટીદાર અનામત આંદોલન સમિતિના અધિવેશનમાં અંદરો-અંદર જૂથબંધી હોય તેવું તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પાટીદાર અનામત આંદોલન સમિતિને હાર્દિક સામે વિરોધ હોય તેવું જોવા મળી રહ્યું છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિનું સમઢિયાળા ખાતે અધિવેશન શરૂ થયુ હતુ. જેમાં જાહેરાત કરાઈ હતી કે હવે પછીના કાર્યક્રમાં કોઈ સ્ટેજ નહીં બનાવાય. તો અધિવેશનમાં એવી પણ જાહેરાત કરાઈ હતી કે જ્યાં સુધી પાટીદાર સમાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી ચૂંટણી નહીં લડે. આ તકે દિલિપ સાબવાએ પણ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી.
તો પાટીદાર અનામત આંદોલન સમિતિના બેનરમાં ખોડિયાર માતાજી, સરદાર પટેલ અને ભગતસિંહ અને શિવાજીના ફોટોનું બેનર મુકાય અને આ બેનરમાંથી હાર્દિક પટેલના ફોટોને આઉટ કરાયો હતો.
તો પાલનપુરના બ્રિજેશ પટેલે હાર્દિક પર ઈશારો કરતા બળાપો કાઢ્યો હતો કે આંદોલનના નામે આપણા નેતા હવે અન્ય રાજ્યોમાં ફરવા લાગ્યા છે તો બીજી તરફ તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે આંદોલન સમિતિના નામે કરોડો રૂપિયા ક્યાં ગયા ?
આ બાજુ પાટીદાર નેતા નિલેશ એરવડિયાએ નિવેદન આપતા કહ્યું કે, પાટીદાર સમાજ અન્ય સમાજને ટેકો નહીં આપે, પાટીદાર સમાજ અન્ય સમાજના બેરોજગારો અને ખેડૂતોને પણ ટેકો નહીં આપે, જેને જરૂર હોય તે રસ્તા પર આવીને આંદોલન કરે. ઉલ્લેખનીય છે કે નીલેશ અરવડીયા પાટીદાર નેતા છે, પાટીદાર અનામત આંદોલન સમયે જેલમાં પણ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીમાં હાર્દિક પટેલે કોંગ્રેસને સમર્થન આપતા પાટીદાર અનામત આંદોલન સમિતિમાં અંદરો-અંદર મનભેદ અને મતભેદ ઉભા થયા છે.
ચર્ચા થઈ રહી છે કે, હાર્દિક પટેલ મુખ્ય મુદ્દા પરથી હટી રાજકારણ કરી રહ્યો છે. બ્રિજેશ પટેલ દ્વારા જે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે તેનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, હાર્દિક પટેલ દ્વારા પાટીદાર અનામત આંદોલન સમિતિના કરોડો રૂપિયાનો દુરઉપયોગ કરાયો હોય સૂર બોલવામાં આવી રહ્યો છે.
NDA પાટીદાર સમાજને અનામત આપે તો આજીવન ભાજપનો પ્રચાર કરૂ: લલીત વસોયા