જ્યારથી માનવીમાં સામાન્ય સૂઝબૂઝ વિકાસ પામી ત્યારથી એની અને જાનવરોની વચ્ચે એક પ્રકારનો સુમેળ સંધાયો છે. આ સુમેળ આજ સુધી કાયમ છે અને આવતીકાલે પણ કાયમ રહેશે. જાનવરો વગરનું માનવી જીવન શક્ય નથી. ગાય, ભેંસ, ઘેટાં-બકરાં, ઘોડો-ગધેડો અને ઊંટ સહિતના પાલતુ પ્રાણીઓ તો ખરાં જ; પણ જે જંગલી કહેવાતા પશુઓ છે એની સાથે પણ માનવીને હંમેશા પનારો પડતો રહ્યો છે.
હવે તો ઇન્ટરનેટ અને ટી.વી. પર વિવિધ પ્રકારના વીડિઓ આવે છે. જેનાથી આપણને જાણ થાય છે કે, ખરેખર સિંહ જેવા વનરાજ પણ માનણ સાથે હળીમળી શકે છે – મિત્રતાથી વર્તી શકે છે! પેલી રાજશે ખન્નાની મૂવી તો જોઈ છે કે? ‘હાથી મેરે સાથી’! કેવો પ્રેમ હોય છે માનણ અને હાથી વચ્ચે! આપણે એમ થાય કે, આવું રિયલમાં સંભવ હોય ખરું?
હા, હોય… હોય નહી છે! અહીં એ જ તો વાત કરવી છે. શું બન્યું’તું ? વાંચો:
ગજરાજ, બચાવજો!
એક વીડિઓ બહુ વાઇરલ થયો છે. હાથી કઈ રીતના ખરો સાથી સાબિત થાય એની અદ્ભુત ઘટના અહીં જોવા મળે છે. એક ડૂબતા માણસને ગજરાજના મદનિયાંએ બચાવ્યો!
હાથીને મહાવત ટ્રેઇન કરતો હોય છે. અંબાડી પર બેસીને હાંકતો પણ તે જ હોય છે. ગામમાં હાથી લઈને સાધુઓ આવે ત્યારે તમે જોયું જ હશે. બન્યું એવું કે, એક મહાવતને પોતાના ટ્રેઇન કરેલા હાથીઓની પરીક્ષા લેવાનું મન થયું. ગજરાજો પોતાને કેવા વફાદાર છે એ જોવા માટે તેણે એક અખતરો કર્યો. મહાવતનું નામ ડેરિક હતું. આ પ્રયોગનું સ્થાન એલિફન્ટ નેશનલ પાર્કનું હતું.
હાથીઓ નદીને કાંઠે પાણી પીતા હતા એ વખતે મહાવત નદીના પાણીમાં થોડે દૂર સુધી ગયો. પછી અચાનક ડૂબતો હોય તેવું નાટક કરવા લાગ્યો. હાથીઓને પોતાની આગવી શૈલીમાં ‘બચાવો-બચાવો’ના પોકાર કરવા લાગ્યો. જોઈ રહ્યો કે, હવે શું અસર થાય છે!
મહાવતના પોકારો સાંભળીને એક મદનિયું ના રહી શક્યું. એને થયું કે, પોતાનો માલિક ડૂબે છે. એ પાણીમાં દોડ્યું. મહાવત ચાલાકીથી દૂર-દૂર સામા કાંઠા તરફ જવા લાગ્યો. પણ હવે મદનિયું પાછું વળે ખરું? એ તો જવા લાગ્યું એની પાછળ-પાછળ.
આખરે મદનિયાંએ પોતાના (ધતિંગ કરી) ડૂબી રહેલા મહાવતને પકડી પાડ્યો. સૂંઢેથી ઝાલ્યો. અને બહાર કાઢવા લાગ્યું! એક અદ્ભુત દ્રશ્ય સર્જાયું. વાહ રે ગજરાજ તારી પરગજુતા! ગજબાળનું આ ‘રેસ્ક્યૂ ઓપરેશન’ કોઈને પણ ભાવવિભોર કરી મૂકે તેવું છે.
આર્ટીકલ વધારે લોકો સુધી પહોંચાડજો. એના માટે – શેર કરજો આ આર્ટીકલની લીંક. આવું વાંચવું એ જ તો મજા છે!