અત્યાર ના યુગ માં હરીફાઈ ખૂબ વધી ગઈ છે એક બીજા ની પગ ખેંચી ને ઉપર આવવા માં લોકો કાઈ બાકી નથી રાખતા એના માટે એ કઈ પણ કરી શકે છે, એવા અપવાદ ભર્યા છે કે પોતાની સફળતા માટે એ ગમે તેવું ખોટું કામ પણ કરી જાય છે અને એમની સફળતા માટે ઈમાનદારી નેવે મૂકી જાય છે પણ આજે તમને એક ગરીબ માણસ જે પોતે મજૂરી કરી રીક્ષા ચલવી ને પોતાનું ઘર નું ગુજરાન ચલાવે છે.
આજ ના સમયે અપણે પૈસા ને લઇ ને કોઈ પાર વિશ્વાસ કરી શકતા નથી.પછી કોઈ આપણાં ફેમિલીનું પણ કેમ ન હોય, આજ ના દોર માં ભાઈ ભાઈ પૈસા માટે એકબીજાનું ગળું કાપવા તૈયાર થઈ જાય છે. જ્યાં હજી દુનિયામાં ઘણા લોકો ઈમાનદાર પણ છે. જેને ગમે તેટલા રૂપિયા ની લાલચ આપવામાં આવે તે ક્યારેય ગદ્દારી નથી કરતા. એજ એમની સૌથી મોટી દોલત હોય છે.
ઈમાનદારી ની મિસાલ બન્યો એક રીક્ષા ચાલક જેણે લાખો રૂપિયા ભરેલી બેગ પરત કરી એની ઈમાનદારી ને સલામ છે. જેને પરત કર્યા 7 લાખ અને આભૂષણ ભરેલી બેગ ને આવો તો જાણીએ ક્યાં ની છે એ ઘટના રીક્ષા ચાલકે પરત કર્યા 7 લાખ રૂપિયા અને આભૂષણ ની બેગ.
ઈમાનદારી એવી ચીજ છે જે દુનિયામાં કમાવી લીધી તો એનાથી ખૂશનસીબ દુનિયામાં બીજું કોઈ નથી હોતું. છત્તીસગઢ ના એક રીક્ષા ચાલકે ઈમાનદારી ની સૌથી મોટી મિસાલ કાયમ કરી છે, એણે લાખો રૂપિયા ભરેલી બેગ જેની હતી તેને પરત કરી.
મહેશ નામ ના રીક્ષા ચાલકે તેમની રીક્ષા માં છૂટી ગયેલ બેગ ને તેના માલિક પરત કરી. પણ તેને 5 દિવસ સુધી ખૂબ મહેનત કરવી પડી. બેગ માં 7 લાખ રૂપિયા હીરાજડિત આભૂષણ હતા. રીક્ષા ચાલકે પોલીસ ની હાજરીમાં માં બેગ ના માલિક ને બેગ હતી તેવી ને તેવી જ સ્થિતિ માં સહીસલામત પાછી આપી. આ જોઈ શહેર વસીઓ એ એની ખૂબ તારીફ કરી.
છત્તીસગઢ ના જગદલપુર શહેર ના નિવાસી મહેશ કશ્યપ રોજ ની જેમ પોતાના કામ પર નીકળ્યા. એક દિવસ ગાજીયાબાદ થી પોતાના ભાઈ ના ઘેર લગ્ન સમારોહમાં જગદલપુર આવેલી મહિલા, મહેશ ની રીક્ષા માં બેઠી રીક્ષા માંથી ઉતરતા તે પોતાની બેગ ભૂલી ગઈ મહેશ એ રોજ ના જેમ પોતાના ઘેર જઈ રીક્ષા પાર્ક કરે એ જગ્યા એ કરી ત્યાં જ તેની પત્ની ઉભી હતી પત્ની એ જોયું કે રીક્ષા માં કોઈ ને બેગ છૂટી ગઈ છે તો તેણે મહેશ ને કહ્યું કોઈ ની બેગ રહી ગઈ છે. બંને એ બેગ ખોલી ને જોયું તો હોંશ ઉડી ગયા.
બેગ માં 7 લાખ રૂપિયા અને આભૂષણ થી ભરેલી હતી .તે હવે વિચારવા લાગ્યો કે દિવસભર તો કેટલા લોકો તેની રીક્ષા ની સવારી લે છે હવે આ બેગ કોની હશે.પછી તેણે બેગ એક સુરક્ષિત જગ્યા પર પોતના ઘર માં મૂકી દીધી. ઘણું યાદ કર્યા પછી આ બેગ કોની હશે એવું વિચારવા લાગ્યો. બીજા દિવસે એજ રસ્તા પર તે રીક્ષા લઇ ને નીકળ્યો પણ દિવસ ની મેહનત પછી પણ અસલી મલિક ને ન શોધી શક્યો. આ રીતે પાંચ દિવસ તે અને તેની પત્ની ઘણા પરેશાન રહ્યા આખિર આ બેગ ના માલીક ને કેવી રીતે શોધવા, પણ કાંઈ ખબર પડે તેમ નોહતી. મહેશ એ વિચાર્યું સાયદ બેગ માં કોઈ સંપર્ક કે કાંઈ હોય તો એમાં ચેક કરુ બેગ માંથી એક આધારકાર્ડ અને મોબાઈલ નંબર મળ્યો.
મહેશ ને મળ્યું સન્માન
મોબાઈલ નંબર મળતા મહેશ અને તેની પત્ની રાહત થી શ્વાસ લીધો અને એક ઉમ્મીદ જાગી કે આવે એ બેગ નો મલિક મડી જશે અને તેણે એ નંબર પર ફોન કર્યો અને પુરી વાત જણાવી અને કહ્યું તમારી બેગ સુરક્ષિત છે તમે આવીને લઈ જાવ. આ પછી બંને લોકો પોલિસ સ્ટેશન માં મળ્યા ઈમાનદારી નો પરિચય આપતા મહેશ એ બેગ ને માલીક ને પરત કરી બેગ જેમ હતી તેમ ની તેમ જ તેણે સહીસલામત પરત કરી માલીક ને શોધવું તે એના માટે કોઈ જંગ થી કમ ન હતું.
મહેશ ને તેની ઈમાનદારી માટે પોલીસ ઑફિસર એ પ્રોત્સાહિત કર્યા અને સાલ ઓઢાવી ને સન્માન કર્યું અને 5001 રૂપિયા નું ઈમાન પણ આપવામાં આવ્યું. આ પલ જોઈને મહેશ અને એની પત્ની ની ખુશી નો પાર ન રહ્યો.
આ વાત જાણવા જેવી છે કે કોઈ ગરીબ હોય છે પણ તે ઈમાનદારી થી પોતાનું જીવન જીવે છે.