અમિતાભ બચ્ચન ને કોણ નથી ઓળખતું એમને ચાહનારા ની સંખ્યા ખૂબ જ વધુ છે અમુક લોકો તો તેમને ભગવાન માને છે.અમિતાભ જી નો 1 ટાઈમ એવો હતો કે એ ઘણો સંઘર્ષ કરી ને આગળ આવ્યા છે તેમના જેવા જેન્ટલમેન મળવા મુશ્કેલ છે,
સોશિયલ મીડિયા પર ભ્રુણ હત્યાના ઘણા મેસેજ જોવા મળતા હોય છે અથવા તો આવનાર બાળક દિવ્યાંગ કે ખોટવાળું હોવા પર માતા-પિતા તેને ગર્ભમાં જ મારી નાખે તેવું જાણવા મળતું હોય છે. દિવ્યાંગ બાળક પણ સમાજમાં પોતાનું યોગદાન આપી શકે છે. આ વાતની મિસાલ આપતો કિસ્સો ગુજરાતના રાજકોટ જિલ્લામાં એક છોકરીનો જાણવા મળ્યો છે. જેના પત્રોના જવાબ ખુદ અમિતાભ બચ્ચન અને તેનો પરિવાર આપે છે. અમિતાભ બચ્ચન પણ આ છોકરીને પત્ર લખે છે.
આખી વાત પર પ્રકાશ ફેંકીએ તો, રાજકોટ જિલ્લાના જેતપુરની એક દિવ્યાંગ છોકરી વંદના કટારીયા નાનપણથી જ અપંગ છે. વંદનાનું 80 ટકા શરીર કામ નથી કરતું, પણ તે કામ કરે છે. વંદના પોતાના ગામમાં ઝેરોક્ષની દુકાન સંભાળે છે. ગ્રાહકોને ઝેરોક્ષ કરી આપે છે અને આમ પોતાનું ગુજરાન ચલાવે છે. તે જીવવા માટે કોઈ પણ ઉપર નિર્ભર નથી.
વંદનાએ બી કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. વંદના પોતાના પગથી મોબાઈલ, ટીવી, લેપટોપ અને ઝેરોક્ષ મશીન સરળતાથી ચલાવે છે. જો કોઈ મુશ્કેલી આવે તો તેની માતા મદદ કરે છે. વંદનાનું માનવું છે કે, ભલે પોતે દિવ્યાંગ છે પરંતુ તેનામાં કઈ કરી બતાડવાની ધગશ છે.
વંદના અમિતાભ બચ્ચની ફેન છે અને બચ્ચન પરિવારે વંદનાને ઘણા બધા પત્રો લખ્યા છે. પરંતુ વંદના ક્યારેય બચ્ચન પરિવારને મળી નથી.
વંદનાએ અમિતાભ બચ્ચનની એ દરેક વસ્તુ સંભાળીને રાખી છે જે માર્કેટમાં મળે છે. જેમાં અમિતાભ બચ્ચનનું પરફ્યુમ, તેલની બોટલ, ટૂંકમાં તે દરેક વસ્તુ જેના પર અમિતાભનો ફોટો હોય. વંદનાએ પોતાની ઝેરોક્ષની દુકાન પર બચ્ચન પરિવારનો ફોટો પણ લગાવી રાખ્યો છે.
વંદનાની માતાનું કહેવું છે કે, એક વાર અમિતાભ બચ્ચન ગુજરાતમાં જાહેરાત માટે આવ્યા હતા ત્યારે સોમનાથ મંદિરે પણ ગયા હતા. ત્યાં વંદનાએ એટલા તાપમાં ત્રણ કલાક અમિતાભની એક ઝલક જોવા માટે રાહ જોઈ અને બેભાન થઈ ગઈ હતી. ત્યાર બાદ વંદના પાછી ઘરે આવીને કહ્યું કે, મરતા પહેલા તેની ઈચ્છા એક વાર અમિતાભ બચ્ચનને મળવાની છે.ભગવાન કરે એમની ઈચ્છા પૂરી થઈ જાય