આજકાલ ઘણા લોકો પોતાના જીવનસાથીને શોધવા માટે ઓનલાઈન ડેટિંગ એપની મદદ લે છે. પરંતુ જો આવી વર્ચ્યુઅલ મીટિંગ્સમાં સાવધાની ન રાખવામાં આવે તો તમારી સાથે પણ કંઈક થઈ શકે છે જેવું આ છોકરા સાથે થયું છે. આ સમાચાર જાણીને ઘણા લોકોને મોટો આંચકો લાગશે. આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવો તમને મોટી મુશ્કેલીમાં મુકી શકે છે.
આ રીતે વાતચીત શરૂ થઈ
આ છોકરાની છોકરી સાથે મિત્રતા એક ઓનલાઈન ડેટિંગ એપ દ્વારા થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ મામલો અમેરિકાના લાસ વેગાસનો છે. બંને ઓનલાઈન ચેટિંગ બાદ પહેલીવાર એકબીજાને મળવા માટે એક લક્ઝરી હોટલ પહોંચ્યા હતા. અહીં તેમણે રાત્રિભોજન કર્યું અને તે પછી હોટલના રૂમમાં ગયા હતા.
યુવતીએ લાખોનો ચૂનો લગાવ્યો
બીજા દિવસે સવારે છોકરો જાગ્યો કે તરત જ તે સ્તબ્ધ થઈ ગયો. ખરેખરમાં છોકરી છોકરાની રોલેક્સ ઘડિયાળ અને 3 લાખથી વધુ રકમ લઈને ગાયબ થઈ ગઈ હતી. એટલું જ નહીં રીગન પાર્કરનો ફોન પણ બંધ આવતો હતો. અત્યાર સુધીમાં આ ભાઇ સમજી ગયા હતા કે તેમની સાથે છેતરપિંડી થઈ ગઇ છે અને રીગન તેની સાથે છેતરપિંડી થતા તે સ્તબ્ધ થઈ ગયો હતો.
પોલીસ ફરિયાદ નોંધાઈ
છોકરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને જણાવ્યું કે રીગન તેના 20 લાખ રૂપિયા લઈને ફરાર છે. આ પછી તરત જ પોલીસે યુવતીની શોધ શરૂ કરી. આ યુવતી હાલ ચોરીના કેસમાં પોલીસની કસ્ટડીમાં છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે યુવતી વિરુદ્ધ 8 વધુ કેસ નોંધાયેલા છે.