જીતીને ફરવા જતા રહ્યા સાંસદ સની દેઓલ, તો ત્યાંની જનતાએ કહ્યું આવું, વાંચો આપ

ચૂંટણી જીતીને નેતાઓ પોતાના ક્ષેત્રના વિકાસના કામે લાગી જતા હોય છે તો, અમુક નેતાઓ ચૂંટણીનો થાક દૂર કરવા ફરવા જતા હોય છે અને અમુક નેતાઓ ધાર્મીક સ્થળોએ પોતાની બાધા પુરી કરવા જતાં હોય છે ત્યારે આવો જ એક કિસ્સો ગુરદાસપુર પંજાબ ના સાંસદ અને ફિલ્મ અભિનેતા સન્ની દેઓલનો આવ્યો છે વાંચો આપ

ચૂંટણી જીતતા જ ફરવા જતો રહ્યો સની દેઓલ, લોકોએ કહ્યુંઃ મત વિસ્તારમાં ક્યારે આવીશ?

ટ્રોલ થયો સની દેઓલઃ

લોકસભાની ચૂંટણીમાં ઘણા સેલેબ્સે જીત મેળવી અને રાજકારણમાં પોતાની ઈનિંગ્સ શરૂ કરી. તેમાંથી એક છે એક્ટર સની દેઓલ. ભાજપે ટિકિટ આપતા સની દેઓલ ગુરદાસપુરથી ચૂંટણી લડ્યો અને જીતી પણ ગયો. સની દેઓલ ચૂંટણી તો જીતી ગયો પરંતુ હવે તે આ જ કારણસર ટ્રોલ પણ થઈ રહ્યો છે.

હિમાચલ ફરવા ગયોઃ

સની દેઓલે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં તેણે લખ્યું, “હું અત્યારે કાજા (હિમાચલ પ્રદેશ) જવાના રસ્તે છું. આ ખૂબ જ સુંદર જગ્યા છે. હું ગયા વર્ષે પણ અહીં આવ્યો હતો. અહીંના લોકો ખૂબ સારા છે અને ફૂડ પણ સરસ મળે છે. હું અહીં અડધો કલાક રોકાઈશ.”

ગુરદાસપુર ક્યારે આવીશ?

સની દેઓલને રજા માણતો જોઈ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું, “એવું લાગે છે કે ગુરદાસપુરની બધી જ સમસ્યાઓ પૂરી થઈ ગઈ છે એટલે તૂ રજા માણવાના મૂડમાં છે.”

સ્ટાર કેન્ડિડેટ મતવિસ્તારમાં જતા જ નથીઃ

અન્ય એકે લખ્યું, “ગુરદાસપુર પણ આવી જા” તો બીજાએ લખ્યું, “મોટાભાગના સ્ટાર કેન્ડિડેટ પોતાના ક્ષેત્રમાં નથી જતા.”

આશા ગુમાવી બેઠા ચાહકોઃ

અન્ય એક યુઝરે લખ્યું, “ગુરદાસપુરનો સ્ટાર રજા માણવાના મૂડમાં છે. હવે વીડિયો અને મૂવીઝ. આશા રાખીએ બધુ ઠીક હોય.”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top