મોરારીબાપુ નો જીવન પરિચય
મોરારી બાપુ નો જન્મ 25 સપ્ટેમ્બર, 1946 ના રોજ મહુઆ નજીક તલગાજરા (સૌરાષ્ટ્રમાં) વૈષ્ણવ પરિવાર માં થયો હતો. પિતા પ્રભુદાસ હરિયાની કરતાં દાદાજી ત્રિભુવનદાસ ને રામાયણ પ્રત્યે અસીમ પ્રેમ હતો. તલગાજરા થી મહુઆ તે પગપાળા તે વિદ્યા અર્જન માટે જતા હતાં. 5 મીલ ના રસ્તા માં દાદાજી દ્વારા બતાવી ગયેલી રામાયણ ની ચોપાઈ પ્રતિદિન યાદ કરવી પડતી હતી. તેમને રોજ ની 5 ચોપાઈ પ્રતિદિન યાદ કરતા હતા. આ નિયમ ના લીધે તે ધીરે ધીરે આખું રામાયણ કંઠસ્થ થઈ ગઈ.
દાદાજી ને જ બાપુ એ પોતાનાં ગુરુ માની લીધા હતા. 14 વર્ષ ની આયુ માં બાપુ એ પેહલી વાર તલગાજરા માં ચૈત્રમાસ 1960 માં એક મહિના સુધી રામાયણ કથા નો પાઠ કર્યો. વિદ્યાર્થી જીવન માં એમનું મન અભ્યાસ માં કમ, અને રામકથા માં વધારે હતું.
પછી તે મહુઆ ની પ્રાથમિક વિધાલય માં શિક્ષક બન્યાં, જ્યાં તેઓએ વિદ્યા લીધી હતી ત્યાં જ, બાદ માં તેમને અધ્યાપન કાર્ય છોડવું પડ્યું, કારણ કે રામાયણ પાઠમાં એટલા ડૂબી ચુક્યા હતા કે સમય કાઢવો પણ કઠિન હતો.
મહુઆ થી નીકળ્યાં પછી 1966 માં મોરારી બાપુ એ 9 દિવસ ની રામકથા ની શરૂઆત નગબાઈ નવા પવિત્ર સ્થળ ગાંઠિયા માં રામફલકદાસજી જેવા ભિક્ષા માંગવા વાળા સંત સાથે કરી બાપુ ફક્ત સવાર કથા નો પાઠ કરતા હતાં. અને બપોર માં ભોજન ની વ્યવસ્થા માં સ્વયં મદદ માટે લાગી જતા હૃદય માં ઠંડક પહોચાડવા વાલી રામકથા એ આજે બાપુ એ બીજા માર્ગના સંતો થી અલગ રાખ્યાં છે.
મોરારી બાપુ નો વિવાહ નર્મદા દેવી જોડે થયેલો છે. એમને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. પેહલા એ પરિવાર ના પોષણ માટે રામકથા માં આવવા વાળું દાન સ્વીકાર કરી લેતાં હતાં, પણ આજે આ ધન ઘણું વધુ આવવા માંડ્યું તો તેમણે 1977 થી પ્રણ લીધું કે આજ થી કોઈ દાન સ્વીકાર નહીં કરે, એ પ્રણ આજે પણ નિભાવી રહ્યાં છે.
કથા કરતા સમયે તે કેવળ એક ટાઈમ ભોજન કરે છે. તેમને શેરડીનો રસ અને બાજરીનો રોટલો ખૂબ પસંદ છે. સર્વધર્મ સન્માન ની લાઇન પર ચાલવા વાળા મોરારી બાપુ ની ઈચ્છા રહેતી હતી કે કથા ના સમયે તે એક વખત નું ભોજન કોઈ દલિત ના ઘરે જઈને કરે અને એમણે આવું કર્યું પણ બાપુ એ જ્યારે મહુઆ માં સ્વયં ની તરફ થી 1008 રામ પારાયણ ના પાઠ કરાયા તો પૂર્ણાહુતી ના સમયે હરિજન ભાઈઓ ને આગ્રહ કર્યો કે તે નિઃસંકોચે મંચ પર આવીને આ રામાયણ ની આરતી ઉતારે ત્યારે દોઢ લાખ લોકો ની ભીડ માંથી કેટલા લોકો એ આનો વિરોધ કર્યો હતો, કેટલા સંતો તો આ માંથી ચાલ્યા પણ ગયા હતાં. પણ બાપુ એ દલીતો જોડે જ આરતી ઉતારાઈ હતી.
સૌરાષ્ટ્રના એક ગામમાં બાપુ એ દલિતો અને મુસ્લિમ લોકો ના મહેમાન બની આ રામકથા નો પાથ કર્યો હતો, તે બતાવા માંગતા હતા કે દલિતો અને મુસ્લિમ પણ એના હકદાર છે. બાપુ ના નૌ દિવસ ની રામકથા ના ઉદેશ્ય છે ધર્મ નો ઉત્થાન, એના દ્વારા સમાજ ની ઉન્નતિ કને ભારત ની ગૌરવશાળી સંસ્કૃતિ ને પ્રતિ લોકો ની વચ્ચે જયોત જલાવા ના તિવ્ર ઈચ્છા.
મોરારી બાપુ ના કાંધે રહેવા વાળી કાળી કમલી (શૉલ) ના વિષય માં અનેક ધારણાઓ પ્રચલિત છે.એક ધારણા એ પણ છે કે કાળી કમળી સ્વયં હનુમાનજી એ પ્રકટ થઈને પ્રદાન કરી હતી અમુક લોકો નું માનવું છે કે આ કાળી કમળી એમને જૂનાગઢ ના કોઈ સંત એ આપી હતી, પણ મોરારી બાપુ આ મતો ના આધારે એમના વિચારો પ્રકટ કરતા કહે છે કાળી કમળી ના પાછળ ના તો કોઈ રહસ્ય નાતો કોઈ ચમત્કાર, મને નાનપણ થી જ કાળા રંગ માટે ગણો લગાવ રહેતો હતો એ મને ગમે છે એટલા માટે કાંધે રાખીને ફરું છું.
કોઈ પણ ધાર્મિક અને રાજનૈતિક વિવાદો થી દુર રહેવા વાળા મોરારીબાપુ ને અંબાણી પરિવાર માં વિશેષ સન્માન આપવામાં આવે છે .સ્વં. ધીરુભાઈ અંબાણી એ જામનગર ની પાસે ખાવડી નામક સ્થાન પર રિલાયન્સ ની ફેકટરી નું શુભારંભ કર્યું ત્યારે મોરારી બાપુ ની કથા અને પાઠ નું આયોજન કર્યું હતું. ત્યારે તેમણે ધીરુભાઈ ને પૂછ્યું કે લોકો એટલે દૂર થી કામ કરવા આવશે તો એમના ભોજન નું શુ? બાપુ ની ઈચ્છા હતી કે અંબાણી પરિવાર કર્મચારીઓ ને એક સમય નું ભોજન આપે ત્યાર થી રિલાયન્સ માં એક ટાઈમ નું ભોજન આપવાની શરૂઆત થઈ છે.આ પરંપરા આજે પણ કાયમ છે.
મોરારીબાપુ એમની કથા માં શેર શાયરી નો ભરપૂર ઉપયોગ કરે છે,કેમ કે એમની વાત આસાની થી લોકો સમજી શકે. ક્યારેય એમના વિચારો કોઈ ઉપર થોપતા નથી.અને ધરતી પર મનુષ્યતા કાયમ રહે એનો પ્રયાસ કરતા રહે છે. એમની ઈચ્છા હતી કે પાકિસ્તાન જઈને રામકથા કરે, પણ વિજા અને સુરક્ષા કારણો થી સંભવ ન હતું.
આજ ન જાણે કેટલા લોકો છે, જે બાપુ ના એવા ભક્તો થઈ ગયા છે, એમના પાછળ પાછળ એમની બધી કથા વખતે પોહચી જાય છે. આજ ના દોર માં જ્યાં સાચા પથ પ્રદશક ની જરૂરિયાત મહેસુસ કરી રહી છે. એમાં સૌથી પહેલા મોરારી બાપુનું નામ જ બધાના મોં પર આવી જાય, જે સામાજિક મૂલ્યો ની સાથે સાથે ભારતીય સંસ્કૃતિ ની અલખ જગાવી દીધી.
ડીગ્રી નું ભણતર પૂરું કરતા ની સાથે બાપુ એ જૂનાગઢ ના શાહપુર કોલેજ માં શિક્ષક ની ભણતર શરુ કાર્યું પછી તે પારેખ સ્કૂલ માં બધાં વિષય ભણાવતા હતાં જેમાં ઈંગ્લીશ વિષય પણ ભણાવતા હતાં. એમને સારા સારા વક્તા ના ભાષણ સાંભળી અને ઘણાં એવા અધ્યાપક ગુરુ ને ભેટ કરી હતી.
1960 માં તલાગાજદ્રા ગામ માં પેહલી વાર મારોરાજી બાપુ ને લોકો ને રામ કથા સંભળાવી. ત્યારે બાપુ કેવળ 14 વર્ષ ના હતા.ત્યાર બાદ 1976 માં તેમણે પેહલી વાર પરદેશ માં નૈરોબિ માં કથા સંભળાવી.
આજ ની તારીખ માં બાપુ 823 થી પણ વધારે કથા નું પઠન કરી ચુક્યા છે, એમની સપ્તાહ પુરા ભારત અને દુનિયા ના અલગ અલગ શહેરો માં થાઈ છે. જેવી કે ન્યુયોર્ક, લંડન, દુબઇ, બ્રાઝીલ, તિબેટ, અને ભૂતાન જેવા દેશોમાં કથા સંભળાવી છે. 9 દિવસ સુધી ચાલવા વાળી કથા માં બાપુ સવારે ત્રણ કલાક કથા સંભળાવે છે.
બાપુ બધી રીતના શાંતિ સંમેલન માં ભાગ લેવા અને ઘણા એવા સારા સંમેલન નું આયોજન પણ કરે છે.આ રીતે તે વિવિધ ધર્મો ના સંતો ને એક કરવાનું કામ કરે છે. 2009 માં બાપુ ને જ્યારે મહુઆ માં વિશ્વ ધાર્મિક સંમેલન નું આયોજન કર્યું હતું ત્યારે તેનું ઉદ્દઘાટન દલાઈ લામાં એ કર્યું હતું.
2012 માં વાલ્મિકી રામાયણ પર રાષ્ટ્રીય સંમેલન આયોજિત કર્યું હતું. એમાં ડૉ સત્યવ્રત શાસ્ત્રી,ડૉ રાધાવલ્લભ ત્રિપાઠી, ડૉ રાજેન્દ્ર નાણાવટી અને ઘણા સારે રામાયણ વિદ્વાન લોકો શામિલ થયાં હતાં.