ચાણક્ય નીતિઃ હંમેશા રહેવુ છે ધનવાન તો આ બાબતનું રાખો ખાસ ધ્યાન.
માનવ જીવન માટે ધન મહત્વપૂર્ણ સાધન
ચાણક્યએ મનુષ્ય જીવન માટે અનેક મહત્વપૂર્ણ નીતિઓ બનાવી છે. તેની આ નીતિઓનું પાલન કરવાથી સફળતા અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ચાણક્યના અનુસાર ધન માનવ જીવન માટે ખુબ જ મહત્વપૂર્ણ સાધન છે. કેવા પ્રકારનું ધન મનુષ્ય માટે હિતકારી છે અને ધન હોય ત્યારે અને ન હોય ત્યારે શું થાય છે તે બાબતોનું ધ્યાન રાખવાનું ચાણક્ય કહી રહ્યા છે.
ધન ન હોય ત્યારે શું થાય છે
ચાણક્યનું કહેવું છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ પાસે સુખ સાધન ધન હોય ત્યાં સુધી સૌ કોઈ તેનો સાથ આપે છે. ધન સમાપ્ત થયા બાદ પ્રિય લોકો પણ દૂર ભાગવા માંડે છે. કહેવાનો ઉદ્દેશએ છે કે મનુષ્ય પાસેથી ધન ન હોય ત્યારે મનુષ્ય લક્ષ્યવિહીન થઈ અને સૌ કોઈ તેનાથી દૂર થવા લાગે છે.
નજીકના લોકો પણ સાથ આપતા નથી
ચાણક્ય કહે છે કે મનુષ્યના ધનહીન
થવાથી દૂરના તો ઠીક નજીકના સંબંધીઓ પણ દૂર ભાગવા માંડે છે. એટલે કે બહારના લોકો જ નહીં પરંતુ તેની પત્ની, પુત્ર, મિત્ર અને નિકટ સંબંધી પણ તેનો ત્યાગ કરે છે. ફરી ધનવાન બનતા તે તમામ લોકો ફરી નજીક આવવા લાગે છે. આ સંસારમાં ધન જ વ્યક્તિનો મિત્ર હોય છે.
અનૈતિક રૂપથી કમાણી ન કરવી
ચાણક્ય કહે છે કે ધન માનવ માટે એક જરૂરી સાધન છે પરંતુ તેનો અર્થ એવો નથી કે મનુષ્ય ધન મેળવવા માટે ખોટો રસ્તો પસંદ કરે. ચાણક્યનું માનવું છે કે અનૈતિક અને ખોટી રીતે કમાયેલા ધનની હાલ ખરાબ થાય છે. મનુષ્યે હંમેશા નૈતિક કાર્યોના માધ્યમથી જ ધનની કમાણી કરવી જોઈએ.
આટલા સમય માટે જ ટકે છે ધન
ચાણક્ય કહે છે કે જો મનુષ્ય લાલચથી અનૈતિક રીતે ધન બનાવે છે તો આવું ધન માત્ર 10 વર્ષ સુધી જ રહે છે.