સોનાક્ષી સિન્હા અને હુમા કુરેશીની ફિલ્મ ‘ડબલ એક્સએલ’ શરૂઆતથી જ તેની સ્ટોરી લાઈનને કારણે ચર્ચામાં છે. પ્લસ સાઈઝ મહિલાઓ અને તેમના સપનાની સ્ટોરી દર્શાવતી આ ફિલ્મે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હવે આ ફિલ્મને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મમાં ક્રિકેટર શિખર ધવન પણ જોડાયો છે અને હવે ચાહકોમાં ઉત્સાહ વધુ વધી ગયો છે.
સોનાક્ષી સિન્હા અને હુમા કુરેશી સ્ટારર ફિલ્મ ડબલ એક્સએલના ટીઝર બાદ શિખર ધવન પણ આ ફિલ્મ ડબલ એક્સએલમાં જોડાયો છે, આ ફિલ્મનો ફર્સ્ટ લૂક તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યો હતો. આ મોશન પોસ્ટરમાં હુમા કુરેશી સ્ટેડિયમ અને માઈક સાથે જોવા મળી રહી છે. હવે મેકર્સે તેમના દર્શકો અને ચાહકોને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે, જે ક્રિકેટર્સના ચાહકો માટે ઉજવણીથી ઓછું નથી. આ ફિલ્મમાં શિખર ધવન પણ જોડાઈ ગયો છે અને કહેવામાં આવી રહ્યું છે કે તે ડબલ એક્સએલમાં સ્પેશિયલ અપિયરન્સમાં જોવા મળશે.
શિખર ધવને ફિલ્મ વિશે કહી આ વાત
શિખર ધવને આ ફિલ્મમાં પોતાના દેખાવ વિશે પણ કેટલીક વાતો કહી છે. શિખરે કહ્યું કે તેણે આ નિર્ણય સરળતાથી લીધો છે. તેણે કહ્યું, ‘એક એથલીટ તરીકે હું દેશ માટે રમી રહ્યો છું. જીવન હંમેશા ખૂબ વ્યસ્ત રહે છે. મારો મનપસંદ ટાઈમપાસ સારી મનોરંજક ફિલ્મો જોવી છે. અને જ્યારે મને આ ઑફર મળી અને મેં ફિલ્મની સ્ટોરી સાંભળી ત્યારે તેની મારા પર ભારે અસર થઈ. સમગ્ર સમાજ માટે આ એક સુંદર સંદેશ છે. હું આશા રાખું છું કે ઘણા યુવાન છોકરાઓ અને છોકરીઓ તેમના સપનાની ઉડાન ભરે.
સતરામ રામાણી દ્વારા નિર્દેશિત ‘ડબલ એક્સએલ’ 4 નવેમ્બર, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં હુમા કુરેશી અને સોનાક્ષી સિંહા સાથે શિખર ધવન, ઝહીર ઈકબાલ અને મહત રાઘવેન્દ્ર જોવા મળશે. આ ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર, વિપુલ શાહ, રાજેશ બહેલ, સાકિબ સલીમ, મુદસ્સર અઝીઝ અને હુમા કુરેશી છે.