ઘરમાં પૈસા આવે તે માટે દંપતિએ બે મહિલાઓની બલિ આપી દીધી

કેરળના ત્રિરુવલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ઘરમાં પૈસા અને મિલકત આવી એટલે બે સ્ત્રીઓની બલિ ચડાવવામાં આવી. પોલીસે આ મામલામાં પતિ-પત્ની સહિત 3 લોકોની અટકાયત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ પહેલા મહિલાઓનું ગળું કાપીને હત્યા કરી હતી. જે બાદ તેને દફનાવવામાં આવ્યો હતો.

મૃતક મહિલાઓના નામ રોસેલિન અને પદ્મા જણાવવામાં આવી રહ્યા છે. એક મહિલા જૂનથી ગુમ હતી જ્યારે બીજી સપ્ટેમ્બર મહિનાથી ગુમ હતી. બંનેના ગુમ થવાના કેસમાં પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે એક ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો. પોલીસને ખબર પડી કે મહિલાઓનું બલિદાન આપવામાં આવ્યું છે. પોલીસે આ કેસમાં ત્રિરુવલ્લાના રહેવાસી ભગવાલ સિંહ અને તેની પત્ની લીલા અને અન્ય આરોપી શિહાબની અટકાયત કરી છે. ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, એર્નાકુલમથી મહિલાઓની તસ્કરી કરવામાં આવી હતી, જે બંનેની તિરુવાલામાં હત્યા કરવામાં આવી હતી. શિહાબ પર તિરુવલ્લામાં મહિલાઓને કથિત રીતે લલચાવવાનો આરોપ છે. સાથે જ ભગવાલ સિંહ અને તેની પત્ની લીલા પર બંને મહિલાઓની બલિ ચઢાવવાનો આરોપ છે.

પોલીસ કમિશનર સીએચ નાગરાજુએ મીડિયાને જણાવ્યું કે માનવ બલિદાનની શક્યતા છે. અમે મહિલાઓના મૃતદેહને રિકવર કરવા તપાસ કરી રહ્યા છીએ. મહિલાઓના શિરચ્છેદ કરવામાં આવ્યા હતા અને તેમના મૃતદેહને પથાનમથિટ્ટામાં એલાંથૂરમાં દફનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ મામલામાં કેટલાક લોકોને પોલીસ કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસ કમિશનર સી.એચ. નાગરાજુએ જણાવ્યું હતું કે મહિલા બલિદાનનો મુખ્ય હેતુ દંપતીની આર્થિક સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા હતી. તેણે કહ્યું કે દંપતી અને એજન્ટે પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, આરોપી દંપતી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા અને તેઓએ ભગવાનને ખુશ કરવા અને સંકટમાંથી બહાર આવવા માટે મહિલાઓને બલિદાન આપવાનું નક્કી કર્યું. તેઓએ મહિલાઓની હત્યા કરી અને મૃતદેહોને દાટી દીધા.

Scroll to Top