NRI યુવતીને બ્લેકમેઇલ કરી ગોત્રીના યુવકે 50 લાખ પડાવ્યા
યુવતીને બ્લેકમેઈલ કરીને રૂપિયા પડાવાતા પોલીસે બેની ધરપકડ કરી છે.
આજ કાલ પ્રેમ બધા કરે છે, પણ આ પ્રેમ નું નાટક જ હોઈ છે તેવું આ કિસ્સામાં સાબિત થયું છે, ફેસબુક અને રોંગ કોલ માં થતા પ્રેમ ક્યારે ફ્રોડ બની જાય એ કોઈને સમજાતું જ નથી, ત્યારે આવો જ એક કિસ્સો આવ્યો છે બરોડા નો જેમાં એક NRI યુવતીને બ્લેકમેલ કરીને યુવકે અઢળક પૈસા પડાવ્યા.
દેવામાં ફસાઇ ગયો છું, સ્યૂસાઇડ નોટમાં તારું અને પરિવારનું નામ લખીશમાતાની બીમારીનું નાટક કર્યું : બેની ધરપકડ
મારે દેવુ થઇ ગયું છે, તું મદદ નહીં કરે તો હું મરી જઇશ અને સ્યૂસાઇડ નોટમાં તારા અને તારા પરિવારના લીધે મેં આત્મહત્યા કરી છે તેવું લખી જઇશ. તેમ કહી ગોત્રી રોડના યુવકે અમેરિકાની યુવતીને બ્લેકમેઇલ કરી રૂ. 50 લાખ પડાવ્યા હતાં. યુવતીના કાકાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરતાં 2 શખ્સોની ધરપકડ કરાઇ છે.
સોશિયલ મીડિયામાં વાતો કરતા હતા
કારેલીબાગના કોન્ટ્રાક્ટર બંકિમ પટેલના પિતરાઇ પ્રવીણભાઇ અમેરિકાની મીસીંગન સિટીમાં રહે છે. તેમણે ધર્મના બહેન શ્વાતી પટણીને નાગરવાડાનું મકાન રહેવા આપ્યું હતું. તેની દીકરી ખુશી પ્રવીણભાઇની યુએસએમાં રહેતી દીકરી જૈસિકા સાથે પરિચયમાં હતી. ખુશીએ ગોત્રી વાસણા રોડના પ્રમુખ સાગર ડુપ્લેક્ષમાં રહેતા ચિરાયુ અશ્વિન પટેલ સાથે પરિચય કરાવતા બંને સોશિયલ મીડિયાથી વાત કરતા હતાં.
મિત્રતા કેળવી બ્લેકમેઈલ કરવા લાગ્યા
ચિરાયુએ મિત્રતા કેળવી બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. મારી મમ્મી બીમાર છે, નાણાકિય મદદ કર કહી રૂ. 2 લાખ પડાવ્યા હતાં. ત્યારબાદ મારે દેવું થઇ ગયું છે, જમીન વેચવાની છે, તારા રૂપિયા આપી દઇશ કહી અમેરિકાથી યુવતી પાસે ટુકડે ટુકડે રૂપિયા મંગાવતો હતો. ત્યારબાદ તેણે રૂપિયા આપવાનો ઇનકાર કરતાં તું મદદ નહીં કરે તો હું મરી જઇશ અને સ્યૂસાઇડ નોટમાં તમારા નામ લખી જઇશ, તમે ફસાઇ જશો કહી ધમકી આપી હતી.
સુસાઈડની ચિઠ્ઠી મોકલી
ગભરાયેલી યુવતીએ વેસ્ટર્ન યુનિયન મારફતે ચિરાયુ અને નડિયાદ વસોનો મિત્ર અક્ષય ઉર્ફે બીડો ભરત પટેલને રૂપિયા મોકલ્યા હતાં. તેણે સ્યૂસાઇડની હાથેથી લખેલી ચિઠ્ઠીઓ પણ મોકલી હતી. યુવતીએ ચિરાયુના નંબર બ્લોક કરતા અન્ય મિત્રો અને માતા પાસેથી પણ કોલ કરાવતો હતો. વર્ષ 2015 થી 2018 સુધીમાં કુલ 50 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતાં.
પિતાએ પોલીસમાં અરજી આપી
યુવતીના પિતાએ અમેરિકાથી વડોદરા આવી પોલીસને અરજી આપી પિતરાઇ બંકીમને પાવર ઓફ એર્ટની આપતા તેમણે શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી હતી. તેમજ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
યુવતીને અન્ય કોણે કોલ કર્યા
યુવતીના પિતા પ્રવીણભાઇએ કહ્યું કે, રૂપિયા માટે ચિરાયુ અને અક્ષય ઉપરાંત એજે, રોમિયો, રશ્મી, હિતેશ, ભૌમિક, મેહુલ વાળંદ, ચિરાયુની માતા મનીષા પટેલ, સંજય, વાઘેલા, જીગર અને ચિરાગ નામના વ્યક્તિઓએ પણ કોલ કર્યા હતાં. આ લોકો સામે પણ પોલીસે કાર્યવાહી કરવી જોઇએ.
800 પાનાંનું વોટ્સએપ ચેટ
અમેરિકાની યુવતીને બ્લેકમેઇલ કરનાર ચિરાયુ પટેલ વોટ્સએપ પર ચેટિંગ કરી ધમકી આપતો હતો. પિતાએ ક્રાઇમ બ્રાન્ચમાં અરજી આપી ત્યારે આ ચેટિંગની 800 પાનાંની પ્રિન્ટ થઇ હતી. ડીસીપીએ યુવતી સાથે પણ વાત કર્યા બાદ ગુનો નોંધ્યો હતો.