પાકિસ્તાનીએ KBCનો કોન્સેપ્ટ ચોરી કર્યો, આ રીતે રમાશે સવાલ-જવાબની રમત

પાકિસ્તાન હંમેશા ભારતીય ફિલ્મો અને સંગીતની કોપી કરતું આવ્યું છે. પરંતુ હવે પાકિસ્તાને ભારતીય ટીવી રિયાલિટી શોની પણ નકલ કરવાનું શરૂ કરી દીધું છે. ફિયર ફેક્ટર શોની નકલ કર્યા બાદ હવે પાકિસ્તાને અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિના કોન્સેપ્ટની ચોરી કરીને નવો ગેમ શો શરૂ કર્યો છે.

પાકિસ્તાને કૌન બનેગા કરોડપતિનો કોન્સેપ્ટ ચોરી લીધો

પાકિસ્તાની મનોરંજન ઉદ્યોગે ભારતીય ટીવી શો કૌન બનેગા કરોડપતિની શરૂઆત એક નવા ટ્વિસ્ટ સાથે કરી છે. આ ગેમ શોમાં સ્પર્ધકોએ સ્ટુડિયોમાં બેસીને નહીં પરંતુ ચાલતા વાહનમાં બેસીને પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને આ ગેમ શોનું નામ ટેક્સી કેશ છે. ટેક્સી કેશ બે શોના કોન્સેપ્ટને મિક્સ કરીને બનાવવામાં આવી છે. એક કારપૂલ કરાઓકે અને બીજી અમિતાભ બચ્ચનની કૌન બનેગા કરોડપતિ. આ શોને પાકિસ્તાનના આરજે, હોસ્ટ અને એક્ટર ખાલિદ મલિક હોસ્ટ કરી રહ્યા છે. ખાલિદ મલિક પાકિસ્તાનના રસ્તાઓ પર કાર ચલાવતા આ ક્વિઝ શોને હોસ્ટ કરશે.

શોના કોન્સેપ્ટ વિશે વાત કરતાં ખાલિદ મલિકે જણાવ્યું કે, શોનો કોન્સેપ્ટ એ છે કે મુસાફરોએ વાહન બુક કરાવવું પડશે. પછી હું તેમને પોઈન્ટ A થી પોઈન્ટ B સુધી લઈ જઈશ. આ દરમિયાન હું તેમને પ્રશ્નો પૂછીશ. પ્રશ્નો મોટાભાગે જનરલ નોલેજ પર આધારિત હશે. ઘણા જુદા જુદા રાઉન્ડ હશે અને દરેક રાઉન્ડ સાથે પ્રશ્નો વધુ અઘરા બનશે.

ટેક્સી કેશ શોની મજાની વાત એ છે કે રોકડ પુરસ્કાર જીતવા માટે સ્પર્ધકોએ પોઈન્ટ B પર પહોંચતા પહેલા પૂછેલા પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. જો કોઈ સ્પર્ધક ત્રણ વખત ખોટો જવાબ આપે છે, તો તેને કોઈપણ પૈસા વિના કારમાંથી ઉતારી દેવામાં આવશે. ટેક્સી કેશ શો 3 ઓક્ટોબરના રોજ પ્રસારિત થયો હતો. તેના ત્રણ એપિસોડ ઓન એર થઈ ચૂક્યા છે. હવે જોવું એ રસપ્રદ રહેશે કે આ ગેમ શો પાકિસ્તાનમાં કેટલો હિટ જાય છે.

Scroll to Top