ફ્રી દિવાળી ગિફ્ટની જાળમાં ન પડો, મેસેજ પર ક્લિક કરતાં જ ખિસ્સા થઈ જશે ખાલી

દેશમાં તહેવારોની મોસમ વચ્ચે સરકારી સાયબર એજન્સીએ ચેતવણી આપી છે કે ફ્રી ગિફ્ટ ઑફર્સ ચાઈનીઝ વેબસાઈટ યુઝર્સની ગોપનીય માહિતીની ચોરી કરવા માટે એક કાવતરું હોઈ શકે છે. એક એડવાઈઝરીમાં, IT મંત્રાલય હેઠળના CERT-In એ યુઝર્સને એડવેરને મુખ્ય બ્રાન્ડ્સને લક્ષ્યાંકિત કરવા અને ગ્રાહકોને છેતરવા માટે કપટપૂર્ણ ફિશિંગ અને સ્કેમ સામે ચેતવણી આપી હતી. જો તમને પણ કોઈ મેસેજ આવ્યો હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે.

વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે, વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, વગેરે પર ફેક મેસેજ આવતા હોય છે, તહેવારોની ઓફરનો ખોટો દાવો કરીને યુઝર્સને ગીફ્ટ લિંક્સ અને ઇનામ સાથે લલચાવે છે, છેતરપિંડી કરનાર મોટાભાગે મહિલાઓને ટાર્ગેટ કરી રહ્યા છે અને તેમને વોટ્સએપ/ટેલિગ્રામ/ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર મિત્રો વચ્ચે લિંક્સ શેર કરવાનું કહે છે.

પીડિત વ્યક્તિને એક મેસેજ પ્રાપ્ત થાય છે જેમાં લોકપ્રિય બ્રાન્ડની વેબસાઈટ જેવી જ ફિશીંગ વેબસાઈટની લિંક હોય છે અને પ્રશ્નાવલીનો જવાબ આપવા પર તેમને ઈનામનો ખોટો દાવો અથવા પૈસાની વિશેષ તહેવારની ઓફરની લાલચ આપવામાં આવે છે. હેકર્સ યુઝર્સને વ્યક્તિગત માહિતી, બેંક ખાતાની વિગતો, પાસવર્ડ્સ, OTP જેવી સંવેદનશીલ માહિતી પ્રદાન કરવા અથવા એડવેર અને અન્ય પ્રતિકૂળ હેતુઓ માટે તેનો ઉપયોગ કરવા લલચાવે છે. જે વેબસાઈટ લિંક્સ સામેલ છે તેમાં મોટાભાગે ચાઈનીઝ (.cn) ડોમેન્સ અને અન્ય એક્સટેન્શન્સ જેમ કે .top, .xyz હોય છે.

Scroll to Top