તાજમહેલનો ‘વાસ્તવિક ઇતિહાસ’ જાણવા માટે રૂમ ખોલવાની અરજી સુપ્રીમકોર્ટે ફગાવી દીધી

તાજમહેલનો વાસ્તવિક ઈતિહાસ જાણવા માટે રૂમ ખોલવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે આ એક પબ્લિસિટી ઈન્ટરેસ્ટ લિટીગેશન છે. હાઈકોર્ટે આ અરજીને ફગાવીને કોઈ ખોટું કર્યું નથી. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એમએમ સુંદરેશની ખંડપીઠે અરજી ફગાવી દીધી હતી.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તાજમહેલનું નિર્માણ શાહજહાંએ કર્યું હોવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. તાજમહેલના ભોંયરાના રૂમો ખોલીને સત્ય અને હકીકત જાણવા વિનંતી કરવામાં આવી હતી. આ માંગને લઈને ડોક્ટર રજનીશ સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. દાખલ કરાયેલી અરજીમાં વિશ્વ પ્રસિદ્ધ ઈમારત તાજમહેલનો ઈતિહાસ જાણવા માટે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરવાનો આદેશ આપવા સુપ્રીમ કોર્ટને અપીલ કરવામાં આવી છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધી એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તાજમહેલ મૂળ રીતે શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે, જેમાં ડો.સિંઘની અરજીને ફગાવી દેવામાં આવી છે. ડૉ.સિંઘે તાજમહેલના ભોંયરામાં રૂમો ખોલીને સત્ય અને તથ્ય જાણવાની વિનંતી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તાજમહેલને મુઘલ સમ્રાટ શાહજહાંએ તેની પત્ની મુમતાઝ મહેલની કબર તરીકે 1631થી 1653ની વચ્ચે 22 વર્ષમાં બનાવ્યો હતો, પરંતુ તે સમયના ઈતિહાસમાં આ માત્ર વાતો છે. આને સાબિત કરવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા સામે આવ્યા નથી.

જણાવી દઈએ કે અલ્હાબાદ હાઈકોર્ટે પણ તાજમહેલના 22 રૂમ ખોલવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. અરજી ફગાવી દેતા અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે, એવા વિષય પર સંશોધન કરો જેના વિશે તમે જાણતા નથી. આ વિષય પર એમએ કરો, પીએચડી કરો. આ કવાયતમાં જો કોઈ સંસ્થા તમને સંશોધન કરવા દેતી નથી, તો અમારી પાસે આવો. ત્યારબાદ અરજી ફગાવી દેવામાં આવી હતી. તે આદેશને ડૉ. સિંહે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

Scroll to Top