જો તમે હિંમત ન હારતા હોવ તો દુનિયાની કોઈપણ મુશ્કેલીમાંથી બહાર નીકળવું આસન છે. અહીં એક ખૂબ જ સુંદર, હોટ, સ્ટાઇલિશ મહિલાની વાત છે જે કાર અકસ્માત પછી ચાલવા માટે પણ સક્ષમ નહોતી. પરંતુ જીવનના મુશ્કેલ તબક્કામાં હતાશ થવાને બદલે તેણીએ ફરીથી હિંમત અને શક્તિ એકઠી કરી અને આજે તે પોતાની ક્ષમતાના આધારે કરોડો રૂપિયા કમાઈ રહી છે. હાલમાં, મનોરંજન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી આ સુપરમોડલ અને બ્યુટી આઇકોનનું નામ મિયા મિરાન્ડા છે, જે કેનેડાના વેનકુવરની રહેવાસી છે. ઇન્ટરનેટની દુનિયા એટલે કે સોશિયલ મીડિયામાં તેના લાખો ચાહકો છે. આખરે, મિયાં મિરાન્ડા કેમ હેડલાઇન્સમાં છે, ચાલો તમને જણાવીએ.
‘ડેઈલી સ્ટાર’માં છપાયેલા અહેવાલ મુજબ, કેનેડાના વાનકુવરની રહેવાસી મિયા મિરાન્ડા વર્ષ 2020માં કાર અકસ્માત બાદ ઘણા મહિનાઓ સુધી પથારીમાં પડી હતી. રોજબરોજના કામકાજ માટે તેમને બીજાની મદદ પણ લેવી પડતી. પરંતુ બાદમાં તેણે સફળતાનો નવો દાખલો બેસાડીને દુનિયાને ચોંકાવી દીધી હતી.
ત્રણ વર્ષ પહેલા પાઈ માટે મહોતાજ મિરાન્ડા આજે દર અઠવાડિયે મહિને 20 થી 25 લાખ રૂપિયા કમાય છે. તેના એક મિત્રએ તેને એડલ્ટ વેબસાઈટ ઓનલાઈન ફેન્સ વિશે જણાવ્યું. લાંબા સમય સુધી વિચાર્યા પછી તેણે આ પ્લેટફોર્મ પર આવવાનું નક્કી કર્યું. આ પછી તેની આર્થિક પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ.
કમાણીના આંકડા દર્શાવે છે કે મિયા મિરાન્ડાનો આ નિર્ણય સાચો સાબિત થયો છે. તે આ સાઈટ પર દર અઠવાડિયે લાખોની કમાણી કરી રહી છે. તે કેટલીક મોટી બ્રાન્ડ્સને પણ સમર્થન આપી રહી છે. તેને આ કામમાંથી સારી આવક પણ મળે છે.
એડલ્ટ વેબસાઈટ અને મોબાઈલ એપ OnlyFans છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકા અને પશ્ચિમી વિશ્વના લગભગ દરેક દેશમાં ખૂબ માંગમાં છે. આ પ્લેટફોર્મ પર સેંકડો મહિલાઓ તેમના ફોટા શેર કરે છે. આ એપથી મહિલાઓ કરોડોની કમાણી કરી રહી છે. આ એપ દ્વારા કાર અકસ્માત બાદ બેડ પર પડેલી મિરાન્ડાની જિંદગીએ યુ-ટર્ન લીધો હતો.
કોરોના સમયગાળા દરમિયાન આ કંપનીની કમાણીમાં રેકોર્ડ બ્રેક વધારો થયો હતો. બે વર્ષ પહેલા થયેલા લોકડાઉનમાં તેના ફોલોઅર્સની સંખ્યા રાતોરાત વધી ગઈ હતી. તાજેતરમાં જ મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે, કાર અકસ્માત બાદ હું ખૂબ જ પીડા, અસ્વસ્થતા અને તણાવમાં હતી. મારા માટે ચાલવું પણ મુશ્કેલ હતું અને હું મુસાફરી પણ કરી શકતી ન હતી. આવી સ્થિતિમાં, એક મિત્રની સલાહથી, મેં ઓન્લી ફેન્સ સાથે જોડાવાનું નક્કી કર્યું.
આજે મિયા મિરાન્ડા જબરદસ્ત કમાણી કરી રહી છે. તે હવે સભ્યપદ-આધારિત સાઇટ પર દર અઠવાડિયે લગભગ £4500 થી £5000 કમાય છે. આ ઉપરાંત, તેમની સાપ્તાહિક આવક, જેમાં ડાન્સ અને એન્ડોર્સમેન્ટ જેવી અન્ય પ્રવૃત્તિઓમાંથી આવકનો સમાવેશ થાય છે, લગભગ 20-25 લાખ રૂપિયા છે. તે મુજબ, તે એક મહિનામાં લગભગ 1 કરોડ રૂપિયા કમાય છે. કાર અકસ્માત વિશે વાત કરતાં, મિયાએ ડેઈલી સ્ટારને કહ્યું, “થોડા મહિનાઓ પછી,પણ મને લાગતું નહોતું કે મારી પરિસ્થિતિ સુધરશે. હું પાગલ થઈ રહી હતી.
તેણે જણાવ્યું હતું કે, ‘એપ્રિલ 2021માં યોગ્ય રીતે સારવાર લેવાનું શરૂ કર્યું અને ત્યારથી મારી સ્થિતિમાં સતત સુધારો થયો છે. હવે હું લગભગ સંપૂર્ણ રીતે સાજી થઇ ગઈ છું. પહેલા હું લાગણીશીલ બનીનેખરાબ અનુભવતી. હું ખાવાનું પણ બરાબર નહોતી ખાઈ શક્તિ કે ઘરના સામાન્ય કામ પણ કરી શકતી ન હતી. તેણે આગળ કહ્યું, ‘હું ઈચ્છું છું કે લોકો સમજે કે અમારું કામ સરળ નથી, સમાજને અમારી જરૂર છે અને અમે માંગ કરીએ છીએ કે અન્ય કરીયરની જેમ અમને સન્માન આપવામાં આવે.’