મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ તેની બ્રાન્ડ રોવાન દ્વારા ઝડપથી વિકસતા રમકડાંના બજારમાં તેનો કારોબાર વિસ્તારી રહી છે. તેના દ્વારા તે નાની દુકાનોમાં સસ્તા રમકડાં ઉપલબ્ધ કરાવશે. કંપની રોવાન મારફત તેનો રમકડા વિતરણનો વ્યવસાય ચલાવી રહી છે. હવે કંપનીએ ગુરુગ્રામમાં આ બ્રાન્ડનું તેનું પહેલું એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ (EBO) ખોલ્યું છે.
આ સ્ટોરનું કદ 1,400 ચોરસ ફૂટ છે. આમ, રિલાયન્સ રિટેલ પાસે રોવાન અને બીજી ઘણી સહિતની પરવડે તેવી બ્રાન્ડ્સના રમકડાંની વિશાળ શ્રેણી હશે, એમ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું.આ સિવાય બ્રિટિશ ટોય બ્રાન્ડ હેમલીઝના ઉત્પાદનો પણ ઉપલબ્ધ છે.
હેમ્લીઝ એ રમકડાંની વિશ્વની સૌથી જૂની રિટેલર છે અને તેને 2019માં રિલાયન્સ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી.સૂત્રોએ જણાવ્યું કે આ બ્રાન્ડની ઓફર માત્ર મોંઘી શ્રેણીમાં જ હશે.બીજી તરફ, રોવાન, રિલાયન્સ રિટેલને પોસાય તેવા ભાવે વિશાળ અને ઓછા ખર્ચાળ રમકડાની શ્રેણીમાં વિશિષ્ટ સ્થાન બનાવવામાં મદદ કરશે.ઉપરાંત, હેમલીઝ સ્ટોર્સ મોટા હશે, જ્યારે રોવાનના સ્ટોર્સ નાના અને 500-1,000 ચોરસ ફૂટની વચ્ચે હશે.